February 1, 2023
February 1, 2023

દેશ કે હર ઘર કા ‘TATA’સે નાતા… મીઠાથી લઈને હવાઇ જહાજ સુધીની સફર

100 દેશોમાં ફેલાયેલો છે કારોબાર, સખાવતમાં પણ નંબર 1

ભારતના દિગ્ગજ બિઝનેસમેનમાં સામેલ રતન ટાટાનો આજે જન્મ દિવસ છે. 84 વર્ષીય રતન ટાટા મોટા બિઝનેસમેન હોવાની સાથે સાથે પોતાની સાદમી માટે પણ જાણીતા છે. બીમારી કર્મચારી માટે મુંબઈથી પુણે મુલાકાત જવાની વાત હોય કે નવા વેપારીઓને સ્ટાર્ટઅપ માટે કેપિટલ આપવાની વાત હોય, રતન ટાટાએ તમામ લોકોને પ્રેરિત કર્યાં છે. રતન ટાટાએ 1990થી 2012 સુધી ટાટા જૂથ ની કમાન સંભાળી હતી. આ દરમિયાન તેઓ ટાટા જૂથને એક નવી ઊંચાઈ પર લઈ ગયા હતા.

રતન ટાટા ગ્રુપ આજે દેશના દરેક ઘરમાં હાજર છે! કારણ કે ટાટા જૂથ મીઠાથી લઈને કાર અને સોના બનાવવાનું કામ કરે છે. તાજેતરમાં જ ફરીથી એર ઇન્ડિયા (Air India)ની કમાન ટાટા જૂથના હાથમાં આવી છે. સાથે જ પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી ડિફેન્સ ડીલ પણ રતન ટાટાને મળી છે. ભારત સરકારે 56 ‘C-295’ પરિવહન વિમાન ખરીદવા માટે સ્પેનની ‘એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ’ (Airbus Defence & Space) સાથે આશરે 21,000 કરોડ રૂપિયાનો સોદો કર્યો છે. આ સોદા અંતર્ગત એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TAASL) સાથે મળીને C-295 સૈન્ય વિમાન બનાવશે.

ઈન્ફોરમેશન ટેકનોલોજી
IT સેવાઓમાં, ટાટા ગ્રૂપ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ની મદદથી કાર્ય કરે છે. TCSની આગેવાની હેઠળ જૂથની IT કંપનીઓ સમગ્ર વિશ્વમાં કાર્યરત છે. ટાટા ગ્રુપના અડધાથી વધુ કર્મચારીઓ TCS સાથે સંકળાયેલા છે. તે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને માર્કેટ કેપ દ્વારા ભારતની બીજી સૌથી મોટી કંપની છે. ટાટા ગ્રૂપની ટાટા એલ્ક્સી એ ડિઝાઇન અને ટેક્નોલોજી સેવાઓના વિશ્વના અગ્રણી પ્રદાતાઓમાંની એક છે.

સ્ટીલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ટાટા સ્ટીલ સ્ટીલ ક્ષેત્રમાં હાજર છે. ભારતમાં, ટાટા સ્ટીલ ઓટોમોટિવ સ્ટીલ, એગ્રીકલ્ચર સ્ટીલ, કન્સ્ટ્રક્શન સ્ટીલ, હેન્ડ ટૂલ્સ, સ્ટીલ પાઇપ્સ, રો મટીરીયલ્સ, ફેરો એલોય, બેરીંગ્સ, પ્રીસીઝન ટ્યુબ વગેરે જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ટાટાની વાર્તા આઝાદી પહેલા જ શરૂ થઈ હતી. આજે આ ગ્રુપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને રિયલ્ટી સેક્ટરમાં મોટું નામ છે. આ ક્ષેત્રમાં કાર્યરત જૂથ કંપનીઓમાં ટાટા પાવર, ટાટા પ્રોજેક્ટ્સ, ટાટા હાઉસિંગ, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ, ટાટા રિયલ્ટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

ઓટોમોટિવ
ઓટોમોટિવ સેક્ટરમાં ટાટા મોટર્સનું નામ કોણ નથી જાણતું. ટાટા મોટર્સ પેસેન્જર વાહનોથી લઈને કોમર્શિયલ વાહનો અને સંરક્ષણ વાહનો સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરે છે. જગુઆર લેન્ડ રોવર (JLR), ટાટા મોટર્સની પેટાકંપની, યુકેની સૌથી મોટી ઓટોમોટિવ ઉત્પાદક કંપની છે. ભારત ઉપરાંત, ટાટા મોટર્સ યુકે, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને ઇન્ડોનેશિયામાં પણ કામ કરે છે. ટાટા મોટર્સે હવે ઇલેક્ટ્રિક વાહનોમાં પણ પ્રવેશ કર્યો છે. ભારતમાં તેની કારમાં Tata Nexon, Tata Nexon EV, Tata Safari, Altroz ​​વગેરેનો સમાવેશ થાય છે. ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ ઓટોમોબાઈલ ઘટકો અને ઈજનેરી સેવાઓની અગ્રણી સપ્લાયર છે.

ટૂરિઝમ અને ટ્રાવેલ
ટાટા જૂથ 1903 થી ટ્રાવેલ, હોસ્પિટાલિટી અને પર્યટન ઉદ્યોગમાં છે. તાજમહેલ હોટેલની સ્થાપના 1903માં થઈ હતી. આ જૂથ ભારતીય હોટેલ્સ કંપની દ્વારા હોટલ ઉદ્યોગમાં કાર્યરત છે. તે ટાટા જૂથ છે જેણે ટાટા એરલાઇન્સ નામથી એર ઇન્ડિયાની શરૂઆત કરી હતી. એર ઈન્ડિયાનું 1956માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને તે સરકારના કાર્યક્ષેત્રમાં આવ્યું હતું. હવે એર ઈન્ડિયા ફરી એકવાર ખાનગી હાથમાં જવા જઈ રહી છે અને ટાટા જૂથ પણ આ રેસમાં છે. કદાચ એર ઈન્ડિયા ફરીથી ટાટાની બની જશે. ટાટા SIA એરલાઇન્સ, સિંગાપોર એરલાઇન્સ અને ટાટા વચ્ચેનું સંયુક્ત સાહસ, એરલાઇન વિસ્તારાની કામગીરીની દેખરેખ રાખે છે. આ જૂથ એર એશિયા સાથેના સંયુક્ત સાહસમાં એર એશિયા ઇન્ડિયા દ્વારા ઉડ્ડયન સેવાઓ પણ પ્રદાન કરી રહ્યું છે.

ટેલિકોમ અને મીડિયા
ટાટા જૂથ ટાટા કોમ્યુનિકેશન્સ, ટાટા સ્કાય અને ટાટા ટેલિસર્વિસિસ દ્વારા આ ક્ષેત્રમાં કાર્ય કરે છે. વિશ્વની 70 ટકાથી વધુ ટેલિકોમ કંપનીઓ ટાટા કોમ્યુનિકેશનના નેટવર્કનો ઉપયોગ કરે છે. વિશ્વના 25 ટકાથી વધુ ઈન્ટરનેટ રૂટ ટાટા કોમ્યુનિકેશનના નેટવર્ક પર છે. કંપની વિશ્વના સૌથી મોટા સબમરીન ફાઈબર નેટવર્કની પણ માલિકી ધરાવે છે. ટાટા સ્કાય એ ટાટા ગ્રૂપ અને 21st Century Fox વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તે ભારતમાં ટોચની DTH પ્રદાતા છે.

શૈક્ષણિક અને સંશોધન સંસ્થા
આ બધા સિવાય ટાટા ગ્રુપની શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ પણ છે. જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ વગેરે. ટાટા ડિજિટલ દ્વારા ઈ-કોમર્સ સ્પેસમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. જૂથે ટાટા ડિજિટલ દ્વારા બિગ બાસ્કેટ હસ્તગત કરી છે અને હવે સુપરએપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

 181 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved