February 1, 2023
February 1, 2023

27મીથી ભારતના વિમાનો વિદેશના આકાશમા ઉડ઼તા હશે

બે વર્ષ પછી શરુ થઈ રહી છે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ

દેશમાં કોરોના સંક્રમણના કેસ ઘટવાના કારણે કેન્દ્ર સરકાર તરફથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને એકવાર ફરીથી સંચાલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 27 માર્ચ 2022થી આ સેવા શરૂ થઈ જશે. જોકે, દેશ દુનિયામાંથી કોરોના વાયરસ હજુ ગયો નથી, જેના કારણે કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષોથી આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ આવતીકાલ (27 માર્ચ 2022)થી પ્રતિબંધ પુરો થઈ જશે. તમામ પહેલુઓની સમીક્ષા કર્યા બાદ સરકારે આંતરરાષ્ટ્રીય યાત્રી વિમાન સેવા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ છે નવી ગાઈડલાઈન્સ

  • કોવિડના દિશા નિર્દેશો અનુસાર InternationalFlights પર 3 સીટોને ખાલી રાખવાનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
  • કોરોના કેસમાં હવે ઘટાડો નોંધાતા હવે ક્રૂ મેમ્બરો માટે સંપૂર્ણ PPE કીટની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે.
  • એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ પેટ-ડાઉન સર્ચ ફરીથી શરૂ કરવામાં આવશે.
  • એરપોર્ટ અથવા પ્લેનમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

 145 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved