મંદિરોમાં સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા
ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે જેના પગલે અંબાજી, બહુચરાજી અને પાવાગઢ સહિના માતાજીના મંદિરોમાં વિશેષ પુજા અર્ચના કરવામાં આવી રહી છે. આ તમામ મંદિરોમાં આજે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. આજે પહેલા નોરતાના દિવસે અંબાજી સહિતના મંદિરો ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં ભક્તો મંદિરમાં માતાજીના દર્શન કરી શક્યા નથી તેથી આ વખતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે.
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તોને ઘરેથી માતાની આરાધના કરવી પડી હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ચૈત્રિ નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, અમદાવાદના નગરદેવી ભદ્રકાળીમાં સહિતના મંદિરોમાં વિશિષ્ટ અનુષ્ઠાન સહિત વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યાં છે અને ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. જેના પગલે તમામ મંદિરોમાં દર્શનની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. બીજી બાજુ ચૈત્ર નવરાત્રિના પગલે અંબાજી મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અંબાજી ખાતે આરતીના સમયમાં ફેરફાર
સવારે આરતીઃ- 07.00 થી 07.30
ઘટ સ્થાપન સવારે – 8.15 થી 9.15
સવારે દર્શનઃ- 07.30 થી 11.30
બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી
સાંજ ની આરતીઃ- 19.00 થી 19.30
જ્યારે સાંજે દર્શનઃ- 19.30 થી રાત્રી નાં 21.00 સુધી ખુલ્લા રહેશે.
ચૈત્ર સુદ આઠમ તારીખ 08 એપ્રીલ સવારે આરતી 6.00 કલાકે થશે અને
ચૈત્રી પુનમ તારીખ 16 એપ્રીલ સવારે સવારે આરતી 6.00 કલાકે થશે
93 , 1