લોક ક્રાઇમ બ્રાંચે પાંચ ચોરોને ઝડપી પાડ્યા
ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને અમદાવાદમાં ચેઇન સ્નેચિંગ-વાહન ચોરીનાં ગુના આચરી છેલ્લા એક વર્ષથી તરખાટ મચાવનાર પ્રાંતીજની ગેંગનો ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પર્દાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. લોકલ ક્રાઇમ બ્રાંચે 10 ચેઇન સ્નેચિંગ અને બે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી દઈ કુલ રૂ. 7.59 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન પેથાપુર ચાર રસ્તા પાસેથી બે બાઇક સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ પોતાના નામ નરેશ શિવાજી મકવાણા (રહે. અમીનપૂર બ્રાહ્મણ વાસ પ્રાંતીજ, સાબરકાંઠા), ગુલાબસિંહ ઉર્ફે નંદુ ઉર્ફે ગુલીયો સરદારસિંહ મકવાણા (રહે. અનવરપૂરા, પ્રાંતીજ, સાબરકાંઠા), મહંમદ આદિલ મહમદ ઈલિયાસ શેખ (રહે. બારકોટ ફળી, પ્રાંતીજ, સાબરકાંઠા), નવઘણ શિવાજી મકવાણા (પીલોદ્રા, પ્રાંતીજ, સાબરકાંઠા), અને ભાથીજી બાપુજી મકવાણા (અમીનપૂરા, પ્રાંતીજ, સાબરકાંઠા) હોવાની કબૂલાત કરી હતી.
49 , 1