અડાલજ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો
ગાંધીનગરના ઝુંડાલ ગામે આવેલી જમીન હડપ કરવાનો મલિન ઈરાદો રાખી કાવતરું રચી ચાર ઈસમોએ ભેગા મળીને રૂ. 300 ના સ્ટેમ્પ પેપર ઉપર ખોટી જનરલ પાવર ઓફ એટર્ની બનાવી ખેડૂત તેમજ નોટરીની પણ ખોટી સહીઓ અને અંગૂઠા કરીને અંદરોદર વેચાણ દસ્તાવેજ પણ કરી દેવામાં આવી હોવાનું કલેક્ટરની તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના અંબાપુર ગામના કમલેશભાઈ પટેલની ઝુંડાલ ગામમાં જમીન આવેલી હતી. જેમની માતાના અવસાન પછી જમીન દલાલ રાવજીભાઈ મણીભાઈ પટેલ (રહે- 1, સરિતા બંગ્લોઝ, ચાંદખેડા) મારફતે ઘનશ્યામભાઇ આદરભાઇ પટેલ વગેરેને વેચી દીધી હતી. જેનો દસ્તાવેજ પણ થઈ ગયો હતો. જેનો નાણાંકીય વ્યવહાર પણ પૂર્ણ થઈ ગયા હતા. બાદમાં ધી. અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંક લી. ચાંદખેડા શાખામાંથી કમલેશભાઈ ફોન આવેલો કે તમારા એકાઉન્ટમાં રૂ. 13 લાખનો બેંક ઓફ ઇન્ડીયાનો ચેક જમા થવા આવેલ છે. આથી વ્યવ્હાર વિના ચેક પોતાના એકાઉન્ટ માં ચેક આવતાં કમલેશભાઈ સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું.
બાદમાં તેમની ઉક્ત જમીન પૈકી બ્લોક સર્વે નંબર 188/3 નો પણ દસ્તાવેજ થઈ ગયો હોવાની જાણ થઈ હતી. જેનાં રેવન્યુ રેકોર્ડ કાગળ કાઢવામાં આવતા જાણવા મળેલ કે, ભોજા ભુરાભાઇ બાંભા (રહે- 735, ભરવાડ વાસ,સુરેન્દ્રનગર) ને જમીન તેઓએ વેચાણ કરી છે. ભોજ બી. બાંભા સહીઓ કરેલ છે. અને સાક્ષી તરીકે દેસાઇ બાબુ ભગવાનભાઇ (રહે- 8, જગનાળા તલાવડી, વિરમાયાનગર પાસે, ચાંદખેડા)તથા રવિ સેવંતીભાઈ નાયી (રહે. સેકટર – 14, ગોકુળપુરા) સહીઓ હતી. જ્યારે પાવર ઓફ એટર્નીમાં નોટરી તરીકે પણ શહંસા એન. ર્સીગલની સહી હતી. જે પાવર ઓફ એટર્ની આધારે ભોજા ભુરાભાઈ બાંભાએ અમારા કુ,મુ. તરીકે રઘુરાજસિંહ કરમસિંહ રોઝિયા (રહે- 22, જય ભારત સોસાયટી, તા. ડીસા) ને રૂ. 13 લાખમાં જમીન વેચી મારી હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે કમલેશભાઈએ જમીન તકેદારી સમિતિમાં અરજી કરી હતી. જેની તપાસમાં ઉક્ત વેચાણ દસ્તાવેજમાં કરવામાં આવેલી સહી, અંગૂઠા ખોટા હોવાનું પુરવાર થયું હતું. જેનાં પગલે કલેકટરનાં હુકમના પગલે અડાલજ પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
36 , 2