મહિલા ડૉક્ટર પર બે કિશોરો સહિત ત્રણ પુરુષોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો
તમિલનાડુના વેલ્લોરમાં બિહારની એક મહિલા ડૉક્ટર પર બે કિશોરો સહિત ત્રણ પુરુષોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યોની ઘટના સામે આવી છે. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બુધવારે પણ આ મામલો વિધાનસભા ગૃહમાં પડયો હતો. આ પછી, મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ગૃહને ખાતરી આપી કે કાર્યવાહી કરવામાં આવી છે અને દોષિતોને સજા કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા ઘટનાના દિવસે તેના મિત્ર સાથે ફિલ્મ જોઈને ઘરે પરત ફરી રહી હતી.
અડધી રાત્રે ફિલ્મ પૂરી થયા પછી બંને થિયેટરની સામે ઓટો માટે ઊભા હતા. એટલામાં ઓટો ચાલક આવ્યો. ઓટોમાં પહેલા એક ડ્રાઈવર અને ચાર લોકો હતા. પીડિતાના કહેવા પ્રમાણે, તેણે ડ્રાઈવરને હોસ્પિટલ તરફ ચાલવા કહ્યું. થોડે દૂર ગયા પછી ડ્રાઈવરે રસ્તો બદલી નાખ્યો અને સ્પીડ પણ વધારી. જ્યારે પીડિતાએ ડ્રાઈવરને પૂછ્યું કે રસ્તો કેમ બદલાયો તો ડ્રાઈવરે કહ્યું કે રાત્રે રસ્તો બંધ થઈ જાય છે. આ પછી રસ્તામાં સ્મશાન નજીક એક નિર્જન જગ્યાએ ઓટોને રોકી દેવામાં આવી હતી. આ પછી ચારેય છોકરાઓ અને ઓટો ડ્રાઈવરે યુવતી અને તેના મિત્રને માર માર્યો હતો. ત્યારબાદ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તે ડરી ગઈ અને ઘટના બાદ બિહાર જતી રહી.
ડૉક્ટરે વેલ્લોરના પોલીસ અધિક્ષક રાજેશ કન્નનને ઓનલાઈન ફરિયાદ નોંધાવી, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો. આરોપીઓએ યુવતીને પણ લૂંટી લીધી હતી. તેમની પાસેથી 40 હજાર રૂપિયા રોકડા અને સોનાની ચેઈન આંચકી લેવામાં આવી હતી.
75 , 1