September 25, 2022
September 25, 2022

ગૌતમ અદાણી વિશ્વના બીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ બન્યા

અદાણી અવિરત અગ્રેસર : હવે માત્ર એલન મસ્ક તેમનાથી આગળ….

આજે ગૌતમ અદાણી દુનિયાના બીજા નંબરની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. હવે દુનિયાના ટોપ-10ની અબજપતિઓની યાદીમાં એલન મસ્ક પછી ગૌતમ અદાણી આવે છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણીએ આ સ્થાન બર્નાર્ડ અર્નોલ્ટને પાછળ પાડીને મેળવ્યું છે. ફોર્બ્સની યાદીમાં પ્રથમ વખત ધનિક વ્યક્તિઓની યાદીમાં બીજા નંબરે આવીને ગૌતમ અદાણીએ ઈતિહાસ સર્જ્યો છે. જોકે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી આજે પણ ત્રીજા નંબરે છે.

ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે આજે બપોર સુધીમાં અદાણીની સંપત્તિમાં કુલ 5.5 અબજ ડોલરનો વધારો થયો છે. હવે તેઓ 155.7 અબજ ડોલર સાથે દુનિયાના બીજા નંબરના અબજપતિ બની ગયા છે. તેમની આગળ પહેલા નંબરના સ્થાને હવે માત્ર એલન મસ્ક છે. જોકે ગૌતમ અદાણી થોડા કલાકો માટે આ સ્થાન પર રહ્યા હતા. તેમની પાસે 273.5 અબજ ડોલરની સંપત્તિ છે. અદાણી પછી ત્રીજા નંબરે બર્નાર્ડ અર્નોલ્ટ 155.2 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા નંબરે છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની વાત કરીએ તો તેઓ આ લિસ્ટમાં 92.6 અબજ ડોલર સાથે આઠમા નંબરે છે.

અદાણી ગ્રુપની નેટવર્થ 2022માં સતત વધી છે. ગૌતમ અદાણી દુનિયાના ટોપ-10 અમીરોની યાદીમાં ગૌતમ અદાણી અને એલન મસ્ક જ એવી વ્યક્તિ છે, જેમની મિલકત છેલ્લા 24 કલાક દરમિયાન વધી છે. આ દરમિયાન અદાણીની નેટવર્થમાં 4.9 અબજ ડોલરનો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યારસુધીમાં અદાણીની સંપત્તિ 60.9 અબજ ડોલરથી વધારે નફો થયો છે.

 34 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved