October 6, 2022
October 6, 2022

ગ્લોબલ હોસ્પિટલનો 49 કરોડનો SME IPO આજથી ખૂલ્યો

IPO તારીખ 21 એપ્રિલથી શરુ થઈ તારીખ 25 એપ્રિલના રોજ બંધ થશે.

ગ્લોબલ હોસ્પિટલ અમદાવાદ સ્થિત છે જે 2012માં પ્રાઇવેટ કંપની તરીકે આરોગ્ય ક્ષેત્રે સેવા આપતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે કાર્યરત થઈ હતી. જે ગ્લોબલ લોન્ગ લાઈફ હોસ્પિટલ એન્ડ રીસર્ચ લિમિટેડ વર્ષ 2021માં પબ્લિક લિમિટેડ કંપની બનેલ છે. કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર ₹49 કરોડનો આઈપીઓ તારીખ 21 એપ્રિલથી શરુ થઈ તારીખ 25 એપ્રિલના રોજ બંધ થશે.

કંપનીના સ્થાપક અને માર્ગદર્શક સુરેશભાઈ જાનીએ નિષ્ણાત તબીબો અને રોકાણકારોની મદદથી આંતરરાષ્ટ્રીય કક્ષાની આરોગ્ય -સ્વાસ્થ્ય સેવાને સ્થાનિક સ્તરે પહોંચાડવા માટેની પહેલ કરી છે.

કંપનીના MD ધ્રુવભાઈ જાની જણાવે છે,’110બેડ તેમજ શ્રેષ્ઠ સાધનોથી સજ્જ ગ્લોબલ હોસ્પિટલ ગુજરાતની સર્વ શ્રેષ્ઠ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો માંની એક છે જ્યાં અનુભવ ધરાવતા નિષ્ણાંત તબીબો તેમના દર્દીઓને અહીંયા ભરતી કરી શકે છે.’

હાલમાં 11 જેટલાં ફુલ ટાઈમ તબીબો અને 30 જેટલાં અનુભવી તબીબો કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તદ્દ ઉપરાંત 37 નર્સિંગ સ્ટાફ,50 થી વધુ પેરા મેડિકલ અને અન્ય સહાયક કર્મચારીઓ સહીત કુલ 154 કર્મચારીઓ ગ્લોબલ હોસ્પિટલ સાથે જોડાયેલા છે.

કંપનીના નાણાકીય પાસાની માહિતી પ્રમાણે વર્ષ 2020-21માં ગ્લોબલ હોસ્પિટલે ₹32.70 કરોડની આવક મેળવી હતી. જયારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2021 સુધીના પરિણામ મુજબ કંપનીએ કુલ આવક ₹26.40 કરોડ મેળવી છે.

 66 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved