વૃદ્ધ દંપતી કુલ 8 કેપ્સ્યૂલમાં 1 કિલો 900 ગ્રામ સોનું સંતાડીને લાવ્યું હતું
સુરતમાં કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ કર્યો છે. શારજાહથી સુરતની ફ્લાઇટમાં ડિબોર્ડિંગ કરીને એરપોર્ટથી બહાર આવી રહેલા એક વૃદ્ધ દંપતી પાસેથી 1 કિલો 900 ગ્રામ સોનું શંકાસ્પદ રીતે ઝડપાયું હતું. જેમાં કેપ્સ્યૂલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને સોનું લઈ જવામાં આવતું હતું. તે જપ્ત કરવામાં આવ્યો છે. આંતરપાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે.
આ ઘટનાની મળી માહિતી પ્રમાણે, રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરતની ફ્લાઇટમાં આવેલા મુંબઈના દંપતી એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા, ત્યારે કસ્ટમના અધિકારીઓને તેમની ચાલને જોતા શંકા જતાં તેમને રોકવામાં આવ્યા હતા. સો પ્રથમ તો તેમની બેગ તપાસતાં તેમાંથી સોનું નીકળ્યું હતું. જેના આધારે બંનેને પૂછપરછ શરૂ કરાઈ હતી. આખરે પૂછપરછ દરમિયાન બંને જણાં રડવા જેવા થઈ ગયા હતા અને સમગ્ર હકીકત જણાવી હતી.
મુંબઈના ઈકબાલ (60) અને સુગરા (58)ને શંકાના કારણે અટકાવવામાં આવ્યા બાદ દાણચોરી કરતા હોવાની વાત સ્વીકારી હતી. ઇકબાલે તેના ગુદામાં 04 કેપ્સ્યુલ અને સુગરામાં 02 કેપ્સ્યુલ છુપાવી હતી. તેમનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હતું. જેની બજાર કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. બંનેએ જાતે જ તેમના શરીરમાંથી કેપ્સ્યુલ કાઢીને તેમને સોંપી દીધી હતી.
વૃદ્ધ દંપતીના કબજામાંથી 1 કિલો 900 ગ્રામ સોનું શંકાસ્પદ રીતે ઝડપાયું હતું. તેની કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. મુંબઈનું દંપતી થોડું સોનું કેપ્સ્યુલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને લઈ જવામાં આવતું હતું. તે જપ્ત કરવામાં આવ્યું છે.
126 , 1