November 29, 2022
November 29, 2022

ગોપાલ ઈટાલિયાના CM યોગી પર પ્રહાર, કહ્યું – સુરતમાં રોડ શો ફ્લોપ રહ્યો…

યોગીએ રોડ શો ફ્લોપ રહ્યો, ભાજપના દિગ્ગજો દોડતા થયા- ઈટાલિયાનો દાવો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે. સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સુરતમાં યોગી આદિત્યનાથના રોડ શોમાં ઘણી ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હવે ગુજરાતમાં જે પ્રમાણેની સ્થિતિ છે એને જોતા લાગે છે કે પરિવર્તન અવશ્ય આવશે. યોગી આદિત્યનાથે પાટીદાર વિસ્તારમાં પ્રચાર કર્યો હતો.

ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે સુરતમાં યોગી આદિત્યનાથનો રોડ શો ફ્લોપ રહ્યો છે. જનમેદની તો અરવિંદ કેજરીવાલના રોડ શોમાં જ ઉમટી હોય છે. જો કેજરીવાલ સાથે તુલના કરો તો ભાજપનો રોડ શો ફ્લોપ જ હતો. તેવામાં આ જોઈએ અમિત શાહ ગઈ કાલે રાતે સુરત આવ્યા હતા. જ્યારે ઈટાલિયાએ વધુમાં કહ્યું કે જેપી નડ્ડા પણ આજે ઈમરજન્સીમાં સુરત ભાજપના પદાધિકારીઓ સાથે મિટિંગ કરવા માટે આવી ગયા છે. આ ગુજરાતમાં પરિવર્તનની નિશાની છે.

 23 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved