હર્ષોલ્લાસ સાથે ઉજવાયો ભવ્ય હોળી મિલન સમારોહ
અમદાવાદમાં યાદવ સમાજનો ભવ્ય હોળી મિલન સમારોહ યોજાયો હતો. પરસ્પર સૌહાર્દ અને ભાઈચારો હેતુસર સમાજ દ્વારા આયોજિત હોળી મિલન સમારોહ ખૂબ ઉત્સાહભેર ઉજવાયો હતો. સમારોહમાં ઉપસ્થિત મહિલા-પુરુષોએ એકબીજા પર અબીર-ગુલાલની વર્ષા કરી પર્વની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે વૃંદાવનના કલાકારો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોનો લોકોએ ભરપૂર આનંદ માણ્યો હતો.

અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ ખાતે આવેલા હાંસોલ સ્થિત ઓમ દાસ પાર્ટી પ્લોટ ખાતે યાદવ સમાજ દ્વારા હોળી મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી કોઇપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કે અન્ય કોઇ સમારોહ થઈ શક્યા નથી. જો કે કોરોનાના કેસોમાં રાહત થતાં સમાજ દ્વારા આ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યાદવ સમાજના લોકોને ફરીથી એકબીજાને મળવાનો મોકો મળ્યો.આ પ્રસંગે
સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃંદાવનના કલાકારોએ સમારંભમાં પ્રસ્તુતિ કરી હતી.
70 , 1