ઘાટલોડિયાથી વિજય પટેલ ને ટિકીટ, અત્યાર સુધીમાં 73 નામોની જાહેરાત
182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ (AAP) ગુરુવારે તેની છઠ્ઠી યાદી બહાર પાડી છે. આ યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 73 નામોની જાહેરાત કરી છે.
AAPની આ છઠ્ઠી યાદીમાં ઘાટલોડિયાથી વિજય પટેલ, જૂનાગઢથી ચેતન ગજેરા, બોરસદમાંથી મનીષ પટેલ, આંકલાવમાંથી ગજેન્દ્રસિંહ, ઉમરેઠમાંથી અંબરીશભાઈ પટેલ, કપડવંજમાંથી મનુભાઈ પટેલ, સંતરામપુરમાંથી પર્વત વાગોડિયા ફૌજી, પ્રાંતિજમાંથી અલ્પેશ પટેલ, દાહોદથી પ્રો. દિનેશ મુનિયા, માંજલપુરથી વિરલ પંચાલ, સુરત ઉત્તરમાંથી મહેન્દ્ર નાવડિયા, ડાંગમાંથી એડવોકેટ સુનિલ ગામીત, વલસાડમાંથી રાજુ મર્ચાને ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે રાપર બેઠક પરથી અંબાભાઈ પટેલ, વડગામથી દલપત ભાટિયા, મહેસાણાથી ભગત પટેલ, વિજાપુરથી ચિરાગભાઈ પટેલ, ભિલોડાથી રૂપસિંહ ભગોરા, બાયડથી ચુન્નીભાઈ પટેલ ઉમેદવારો છે.
82 , 3