February 1, 2023
February 1, 2023

ગુજરાતની ગૃહ ફાઈનાન્સ ખરીદનાર બંધન બેન્ક ગ્રુપ દ્વારા IDFC મ્યુચ્યુઅલ ફંડ હસ્તગત કરવાની યોજના….

નાણાંકીય ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ સાધવા માટે બંધન બેન્ક ગ્રુપના પ્રયાસ

અગાઉ આઈડીએફસીની સબસીડીયરી ગૃહ ફાઈનાન્સને સફળતાપૂર્વક હસ્તગત કરી કર્યા પછી બંધન ગ્રુપ તેની પ્રવૃત્તિને વધુ સઘન બનાવવા હવે આઈડીએફસીની મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસને હસ્તગત કરવા વધુ સક્રિય બની છે. નાણાંકીય ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ સાધવા માટે બંધન બેન્ક ગ્રુપ સઘનપણે પ્રયાસ હાથ ધરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે મુજબ રૂ. 4500 કરોડના રોકાણથી આ મ્યુચ્યુઅલ ફંડ ખરીદવાનું બીડ રજૂ કર્યું હોવાનું કહેવાય છે. ગુજરાતમાં બંધન બેન્ક ગ્રુપ તેની પ્રવૃતિના વિસ્તરણ માટે ખૂબ પ્રયત્નશીલ છે. હાઉસિંગ ફાઈનાન્સ ક્ષેત્રે ગૃહ ફાઈનાન્સ હસ્તગત કર્યા પછી બંધન કોન્સોર્ટીયમ કે જે સીંગાપોર સેવરેજીન વેલ્થ ફંડ જી.આઈ.સી. અને સીંગાપુરની પી.ઈ. ફર્મ કાર્લસન કેપીટલ ધરાવે છે.

તાજેતરમાં બુધવારે આઈડીએફસીની પેરન્ટ કંપની બીડની સ્વીકૃતિ અંગેનો નિર્ણય કરનાર છે. બંધનગ્રુપના ફાઉન્ડર ચંદ્રશેખર ઘોષ છે. તેઓએ જો કે આ સોદા અંગે ટીકા ટીપ્પણી કરવાનું ટાળ્યું છે, પણ સુમાહિતગાર વર્તુળોમાંથી મળેલા નિર્દેશ મુજબ આઈડીએફસી મ્યુચ્યુઅલ ફંડને હસ્તગત કરવા માટે બંધન ગ્રુપ અને ઈન્વેસ્ટરોની આગેવાનીમાં કોન્સોર્ટીયમ વચ્ચે ભારે હરિફાઈ જામી છે.

જો બંધન ગ્રુપને આઈ.ડી.એફ.સી મ્યુચ્યુઅલ ફંડ પ્રાપ્ત થાય તો ફાયનાન્સીયલ સર્વિસ સેક્ટરમાં તેની હાજરી નોંધપાત્ર પૂરવાર થશે. આમ આ બીજુ હસ્તગત સાહસ પૂરવાર થશે. અગાઉ તેણે ગૃહ ફાઈનાન્સ હસ્તગત કર્યું હતું. હસ્તાતરણ પાછળનો હેતુ અનસીક્યોર્ડ લોન સેગમેન્ટમાની તેની પ્રવૃતિમાં ભારે પરિવર્તન લાવશે. મળતી વઘુ માહિતી મુજબ રૂ.10, 600 કરોડની માતબર રકમ ચુકવશે.

 100 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved