September 25, 2022
September 25, 2022

ગુજરાતમા હજુ ગર્મી વધવાના એંધાણ, સાવધાન

હવામાન વિભાગે આગામી 2 દિવસ હિટવેવની આગાહી કરી

રાજ્યના 5 શહેરોમાં શુક્રવારે 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 44 ડિગ્રી સાથે 10 વર્ષની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે આગામી 2 દિવસ હિટવેવની આગાહી કરી છે. રાજ્યમાં ગરમીમાં વધારા પાછળનું એક કારણ એ પણ છે કે છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં ટ્રી કવરમાં 2,870 ચો.કિમીનો ઘટાડો થયો છે. છેલ્લા 2 વર્ષમાં જ 1,423 ચો.કિમી ટ્રી કવર ઘટ્યું છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ – 2021 પ્રમાણે, રાજ્યમાં ટ્રી કવર 5489 ચોરસ કિમી છે. 2013ના રિપોર્ટ પ્રમાણે, ટ્રી કવર 8358 ચો.કિમી. હતું. છેલ્લા 8 વર્ષમાં ટ્રી કવરમાં 52%નો ઘટાડો થયો છે.

છેલ્લા બે વર્ષમાં ગુજરાતના ટ્રી કવરમાં 1423 ચો.કિમી.નો ઘટાડો થયો છે. એક અભ્યાસ મુજબ, એક ઘટાદાર વૃક્ષ 3થી 5 ડીગ્રી તાપમાન ઓછું કરે છે. જો વધારે વૃક્ષો હોય તો ઉનાળામાં પણ એ વિસ્તારના તાપમાનમાં ઘટાડો થાય છે. ગુજરાતમાં 2019ની સરખામણીએ ફોરેસ્ટ કવરમાં 69 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે જોકે, રાજ્યના ટ્રી કવરમાં બે વર્ષમાં ધરખમ રીતે 1423 ચો.કિમીનો ઘટાડો જોવા મળ્યો છે.

ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તાર 1.96 લાખ ચો.કિમી.માંથી 14926 ચો.કિમી. ફોરેસ્ટ કવર છે જ્યારે 5489 ચો. કિમી ટ્રી કવર છે. રાજ્યના ભૌગોલિક વિસ્તારના 2.80 ટકા ટ્રી કવર છે. 2019માં રાજ્યમાં ફોરેસ્ટ કવર 14857 ચોરસ કિલોમીટર હતું અને ટ્રી કવર 6912 ચોરસ કિલોમીટર હતું. ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઓપન ફોરેસ્ટ છે. રાજ્યમાં ફોરેસ્ટ કવર ભૌગોલિક વિસ્તારના 7.61 ટકા જેટલું છે.

ગાંધીનગરમાં દર 100 વ્યક્તિએ 416 જ્યારે અમદાવાદ શહેરમાં માત્ર 11 વૃક્ષ!
રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 34.35 કરોડ વૃક્ષો છે જે શહેરી અ્ને જંગલ વિસ્તાર બહાર છે. 2013માં ગ્રામ્ય વિસ્તારમાં 30.14 કરોડ વૃક્ષ હતા. જેમાં 10.40 કરોડ મધ્ય ગુજરાતમાં, 9.84 કરોડ સૌરાષ્ટ્ર અ્ને કચ્છમાં, 6.87 ઉત્તર ગુજરાતમાં, 7.24 દક્ષિણ ગુજરાતમાં છે. રાજયમાં પ્રતિ એક હેક્ટર 22.4 વૃક્ષો છે. મહાનગરપાલિકા વિસ્તારોમાં 10 ટકા જેટલું ટ્રી કવર છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કુલ ટ્રી કવરના 59 ટકા ટ્રી કવર છે.રાજ્યમાં 5 ટકા વૃક્ષોનો ઘેરાવો જ 121 સેમીની ઉપર છે.

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved