40 હજાર સુધી મળી રહ્યો છે પગાર, જાણી લો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
સરકારી નોકરીની તૈયારી કરતા અને વન વિભાગમાં કામ કરવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ (GSFDC) દ્વારા કેટલીક જગ્યાઓ પર ઉમેદવારો પાસેથી અરજી મગાવવામાં આવી છે. ત્યારે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ મામલે અરજી કરી શકે છે.
આ પદો પર મગાવાઈ અરજી
સિનિયર પ્લાન્ટ એન્જીનિયરઃ 01
મેનેજર (અકાઉન્ટસ): 01
આસિસ્ટન્ટ સુપરવાઈઝરઃ 05
લેબ ટેક્નિનિયનઃ 01
જાણી લો લાયકાત
સિનિયર પ્લાન્ટ એન્જીનિયરઃ M.E. એન્જીનિયર, આર્કિટેક્ચરમાં સ્નાતક, કોમ્પ્યુટરનું જ્ઞાન, ઈન્ટીરિયર ડિઝાઈનિંગ ડિગ્રી ધરાવતા ઉમેદવારો
મેનેજર (અકાઉન્ટસ): C.A. કોસ્ટ અકાઉન્ટન્ટ, MBA ફાયનાન્સ અને કોમ્પ્યુટર જ્ઞાન
આસિસ્ટન્ટ સુપરવાઈઝરઃ સાયન્સ ગ્રેજ્યુએટ (ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ) અને કોમ્પ્યુટરનું જ્ઞાન
લેબ ટેક્નિશિયનઃ સ્નાતક ડિગ્રી (B.Phram), સાયન્સ ડિગ્રી (બોટની, કેમિસ્ટ્રી, માઈક્રો બાયોલોજી), M. Pharm (આયુર્વેદ) ફાર્માસ્યુટિકલ સ્પેયસ્યલાઈઝેશન સાથે અથવા માસ્ટર ઓફ સાયન્સ (ફેથો કેમિસ્ટ્રીમાં સ્પેયસ્યલાઈઝેશન સાથે બોટની, એનાલિટીકલ કેમિસ્ટ્રી,ઓર્ગેનિક્સ કેમિસ્ટ્રી.
મહત્વની તારીખ
અરજી કરવાની અંતિમ તારીખ:15/12/2021
આ રીતે કરવાની રહેશે અરજી
આ ભરતી માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે, જે ગુજરાત સ્ટેટ ફઓરેસ્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ વાનગંગા, અલ્કાપુરી વડોદરા- 390007 પર મોકલી આપવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
વય મર્યાદા
સિનિયર પ્લાન્ટ એન્જીનિયરઃ 36 વર્ષ
મેનેજર (અકાઉન્ટસ): 35 વર્ષ
આસિસ્ટન્ટ સુપરવાઈઝરઃ 31 વર્ષ
લેબ ટેક્નિશિયનઃ 35 વર્ષ
પગાર ધોરણ
સિનિયર પ્લાન્ટ એન્જીનિયર: 40,000 રૂપિયા
મેનેજર (અકાઉન્ટસ): 30,000 રૂપિયા
આસિસ્ટન્ટ સુપરવાઈઝર: 15,000 રૂપિયા
લેબ ટેક્નિશિયન: 20,000 રૂપિયા
82 , 1