February 2, 2023
February 2, 2023

ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ઓસ્કરની રેસમાંથી બહાર ફેંકાઈ

‘નાટુ નાટુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં નોમિનેશન

ઓસ્કર ફિલ્મ દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. ઓસ્કર 2023નાં ફાઇનલ નોમિનેશન્સની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ઓસ્કરની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ફાઇનલ પાંચ નોમિનેશનમાં સ્થાન મેળવી શકી નથી. જોકે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.

બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી કરનાર ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’નો ઓસ્કરમાં પ્રભાવ પાડવામાં સફળ નહી રહી છે.. ગુજરાતી ફિલ્મમેકર પાન નલિને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ફાઇનલ પાંચ નોમિનેશનમાં સ્થાન મેળવી શકી નથી. હવે આ ફિલ્મ ઓસ્કરની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.

ઓરિજનલ સોંગ કેટેગરીમાં પાંચ ગીતને નોમિનેટ કર્યા છે. જેમાં એક ગીત ‘RRR’નું નાટુ નાટુ છે. આ ગીતને મ્યૂઝિક એમએમ કીરાવનીએ આપ્યું છે અને લિરિક્સ ચંદ્રબોસે આપ્યા છે. આ પહેલાં ગોલ્ડન ગ્લોબ અવોર્ડમાં પણ નાટુ નાટુ ગીતને બેસ્ટ સોંગનો પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ક્રિટિક્સ ચોઇસ અવોર્ડમાં RRRને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ તથા નાટુ નાટુ સોંગને બેસ્ટ સોંગનો અવોર્ડ મળ્યો હતો.

ભારતની આ બે ડોક્યુમેન્ટ્રીને મળ્યું નોમિનેશનમાં સ્થાન
શોનક સેનની ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ ‘ઓલ ધેટ બ્રીડ્સ’ ઓસ્કર એવોર્ડ્સ 2023 માટે નોમિનેટ થઇ છે. આ સિવાય ડાયરેક્ટર ગુનીત મોંગાની ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ ’ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ માટે નોમિનેટ થઇ છે. ભારતીય સિનેમા માટે ઘણા ગર્વની વાત છે કે દેશની ત્રણ ફિલ્મો ઓસ્કર જીતવાની દોડમાં આવી છે.

 43 ,  3 

Gujarat Vandan © 2021, All Rights Reserved