ગુજરાતની એકમાત્ર ગર્લ કેડેટ રાજધાનીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દિકરીઓ પ્રત્યે જાગૃતિ અર્થે દર 24મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુજરાતી ગર્લ ખેવના દિલ્હી ખાતે આયોજીત ગણતંત્રદિનની પરેડમાં પસંદગી પામી છે. 2023ના બેસ્ટ કેડેટ જુનિયર એર વિંગમાં ગુજરાતની એકમાત્ર ગર્લ કેડેટ ખેવના રાજધાનીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
અમદાવાદના અદાણી વિદ્યામંદિર (AVM)ની વિદ્યાર્થિની ખેવના પરમારની દિલ્હી ખાતે આયોજીત પ્રજાસત્તાક દિનની પરેડમાં પસંદગી થઈ છે. ખેવનાની ગુજરાત, દમણ અને દીવ નિર્દેશાલયમાંથી પસંદગી કરાઇ છે. ફ્લાઈંગ કેડેટ SGT ખેવનાએ ગણતંત્રદિવસની પરેડમાં પસંદગી પામી શાળા અને રાજયને ગૌરવ અપાવ્યું છે. યુવા કેડેટ પ્રધાનમંત્રીની રેલીમાં ભાગ લેશે, જેમાં ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત ગણમાન્ય લોકો ઉપસ્થિત રહી NCC કેડેટ્સને પ્રોત્સાહિત કરશે.
AVMમાં ધોરણ-9માં અભ્યાસ કરતી ખેવના શરૂઆતથી જ મહેનતુ અને દેશદાઝની ભાવના ધરાવે છે. તે એસો. NCC ઓફિસર, T/O દુર્ગાપ્રસાદના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી રહી છે. NO.2 GJ AIR SQN NCCમાં પસંદગી થતા દુર્ગાપ્રસાદ પણ ગૌરવ અનુભવે છે. ગુજરાતના 111 કેડેટ્સમાંથી એરવીંગમાં એકમાત્ર ગર્લ કેડેટ ખેવનાની પસંદગી થતા શિક્ષકગણ પણ આનંદિત થયા છે.
દુર્ગાપ્રસાદ જણાવે છે કે “એક શરમાળ પ્રકૃતિની વિદ્યાર્થિનીમાં થયેલા ગજબના બદલાવ જોઈને હું ખરેખર ગૌરવનો અનુભવ કરું છું. સખત તાલીમ બાદ ખેવના નિષ્ઠાવાન, મહેનતુ એને આત્મવિશ્વાસથી ભરપૂર બની છે. તે પોતાની ટ્રેનીંગ કર્તવ્યનિષ્ઠા અને દૃઢ નિસ્ચયથી કરે છે. હું તેના ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું“. તે ઉમેરે છે કે, “ANO તરીકે મને લાગે છે કે, તે ભવિષ્યમાં અનેક કેડેટ્સ માટે નેતૃત્વનું ઉમદા ઉદાહરણ બની પ્રેરણારૂપ માર્ગદર્શન પૂરું પાડશે“.
NCC કેડેટ્સ સખત મહેનત બાદ પસંદગી પ્રક્રિયાઓ પાર કરી દિલ્હી પહોંચે છે. આરડીસી ખાતેની પરેડમાં કેડેટ્સની ગાર્ડ ઓફ ઓનર, કર્તવ્ય પથ, પીએમ રેલી, બેસ્ટ કેડેટ, સાંસ્કૃતિક કાર્યક્રમ એમ વિવિધ કાર્યક્રમો માટે પસંદગી થાય છે. ગણતંત્રના ગૌરવ સમા આ કાર્યક્રમમાં સહભાગી થવુ માત્ર ખેવના જ નહી, અનેક દિકરીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
44 , 2