February 1, 2023
February 1, 2023

આઈપીએલ-15માં ગુજરાતની ટીમ સાથે ગુજરાતી ભાષા પણ ડેબ્યૂ કરશે

ગુજરાત ટાઈટન્સની બધી મેચમાં ગુજરાતી કોમેન્ટ્રી

IPLનો 26 માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. લખનઉ અને ગુજરાતની ટીમ આ વખતે પ્રથમવાર મેદાનમાં ઉતરશે. આ કારણે જ બ્રોડકાસ્ટર્સ આ બંને ટીમના રાજ્ય એટલે કે, ગુજરાત અને ઉત્તર પ્રદેશ પર ફોક્સ કરી રહ્યા છે. આ વખતે IPLમાં ગુજરાતી ભાષામાં પણ લોકો ક્રિકેટની મજા માણી શકશે, આ IPLમાં કુલ 9 ભાષામાં માણી શકાશે.

આ અંગે સંજોગ ગુપ્તા (સ્પોર્ટ્સ હેડ, ડિઝની-સ્ટાર)એ જણાવ્યું કે,‘IPLમાં લોકો અગાઉ 10-12 મેચ જોતા હતા. જે સ્થાનિક ભાષામાં કોમેન્ટ્રીનો વિકલ્પ મળતા એવરેજ 14+ મેચ જોતા થયા છે. ગુજરાત પાસે પોતાની ટીમ નહોતી ત્યારે પણ અહીં મહારાષ્ટ્ર અને કર્ણાટક બાદ સૌથી વધુ IPL મેચ જોવાતી હતી. હવે તેમની પોતાની ટીમ છે ત્યારે ગુજરાતી માર્કેટમાં ઘણો ગ્રોથ જોવા મળશે. આ ઉપરાંત IPL 15ની તમામ 74 મેચ હવે મરાઠીમાં ઉપલબ્ધ રહેશે.

ગુજરાતમાં દાંડિયા, યુપીમાં ચૂંટણી પ્રચારની થીમ: બ્રોડકાસ્ટર્સ દ્વારા ગુજરાતની ટીમ ગુજરાત ટાઈટન્સ (અમદાવાદ) અને લખનઉ સુપર જાયન્ટ્સ (લખનઉ)ના મુખ્ય શહેરો એવા અમદાવાદ અને લખનઉમાં ફેન્સ બેઝ્ડ એક્ટિવિટીનું આયોજન કરશે. અમદાવાદમાં દાંડિયા સંબંધિત ઈવેન્ટ યોજાઈ શકે છે કારણ કે- ગુજરાતના પ્રચારની થીમ પણ નવરાત્રિ અને દાંડિયા જ છે.

આ વખતે આઈપીએલમાં ગુજરાતની પોતાની ટીમ ગુજરાત ટાઈટન્સ હોવાને કારણે બ્રોડકાસ્ટર્સ દ્વારા ગુજરાતી ભાષામાં પણ મેચ કોમેન્ટ્રી તથા પ્રી અને પોસ્ટ મેચ શો તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે. 26 માર્ચથી શરૂ થતા આઈપીએલના ઓપનિંગ વિકેન્ડની મેચો, ગુજરાત ટાઈટન્સની તમામ 14 મેચ અને નૉકઆઉટ રાઉન્ડની તમામ મેચ ગુજરાતીમાં માણી શકાશે. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતી ભાષામાં મેચની મજા માણી શકાશે. ડિઝની+હોટસ્ટાર પર ગુજરાતી કોમેન્ટ્રીમાં મેચ માણી શકાશે, આ ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ-1 હિન્દીના વ્યૂઅર્સ પાસે ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી સાંભળી શકવાનો વિકલ્પ બ્રોડકાસ્ટર્સ દ્વારા અપાશે.

 123 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved