પંત પછી જાડેજા પણ આઉટ, લસિથે 3 વિકેટ લીધી
બેંગ્લોરના એમ.ચીન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી પિંક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની શરૂઆત ખરાબ રહી છે. ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાને 157 રન છે. અત્યારે અશ્વિન અને શ્રેયસ અય્યર બેટિંગ કરી રહ્યા છે.
ટોસ જીતી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈન્ડિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ભારતે સૌથી પહેલા મયંક અગ્રવાલ (4 રન)ની વિકેટ ગુમાવી અને ત્યારપછી રોહિત શર્મા પણ 15 રન કરી સ્લિપમાં કેચઆઉટ થઈ ગયો હતો.
બંને ટીમો
ઈન્ડિયા: મયંક અગ્રવાલ, રોહિત શર્મા, હનુમા વિહારી, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ
શ્રીલંકા: દિમુથ કરુણારત્ને, લાહિરૂ થિરિમાને, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યૂઝ, ધનંજય ડીસિલ્વા, ચરિથ અસલંકા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, લસિથ એમ્બુલડેનિયા, વિશ્વ ફર્નાંડો, પ્રવીણ જયવિક્રમા
59 , 1