26 માર્ચથી થશે ક્રિકેટ કાર્નિવલનો આરંભ
ઈન્ડિયન પ્રિમિયર લીગ(આઈપીએલ) 26 માર્ચથી ક્રિકેટ કાર્નિવલનો આરંભ થઈ રહ્યો છે ત્યાં ગુજરાતની ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. બુધવારે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની ફિટનેસ ટેસ્ટ આપી હતી. આ દરમિયાન હાર્દિકે બોલિંગ પણ કરી હતી. પરિણામે હવે આઈપીએલમાંમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સનો ઓપનર પૃથ્વી શૉ યો-યો ટેસ્ટમાં ફેલ થયો છે. પંડ્યાનું NCAમાં બે દિવસ દરમિયાનનું પ્રદર્શન પણ ભારતીય ક્રિકેટ માટે સારા સંકેત તરીકે જોવામાં આવે છે.
યો-યો ટેસ્ટ પાસ કરવા માટે 16.5નો સ્કોર પાર કરવો જરૂરી હોય છે, પરંતુ પૃથ્વી શૉ માત્ર 15નો સ્કોર જ મેળવી શક્યો હતો. જોકે આ ટેસ્ટ માત્ર ફિટનેસનું મુલ્યાંકન કરે છે. જેથી સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે IPLમાં દિલ્હી કેપિટલ્સની ટીમથી રમતો અવશ્ય જોવા મળી શકે છે.
નોંધનીય છે કે આ વખતે આઈપીએલમાં પ્રથમવાર 10 ટીમો રમશે જેમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા વચ્ચે રમાશે.
69 , 1