September 25, 2022
September 25, 2022

Harsha Engineers IPO: પહેલા દિવસે જ 2.87 ગણો ભરાયો, અમદાવાદની કંપની પર રોકાણકારો વરસ્યા

અત્યાર સુધીમાં 4.84 કરોડ શેર પર બોલી લાગી

અમદાવાદની એન્જિનીયરિંગ કંપની હર્ષા એન્જિનીયર્સનો આઈપીઓ 14 સપ્ટેમ્બરના રોજ ખૂલ્યો હતો. આ આઈપીઓને લઈને પહેલાથી જ માર્કેટમાં રોકાણકારો વચ્ચે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પણ જોઈ શકાય છે. ગ્રે માર્કેટમાં પ્રતિ શેર 225 રુપિયા જેટલો પ્રીમિયમ ભાવ ચાલી રહ્યો છે એટલે કે કંપનીના ઈશ્યુના આ પ્રાઈસબેન્ડ અનુસાર અપર કિંમત 330 + 225 એટલે કે 555 આસપાસ ગ્રે માર્કેટમાં શેરનો ભાવ ચાલી રહ્યો છે.

હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશનલનો ઈશ્યુ પ્રથમ દિવસના અંત સુધીમાં 2.87 વખત સબસ્ક્રાઈબ થયો છે. કંપનીનો ઈશ્યુ 14 સપ્ટેમ્બરે ખુલ્યો હતો અને 16 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીના 1.68 કરોડ શેરની હરાજી માટે અત્યાર સુધીમાં 4.84 કરોડ શેર પર બોલી લાગી છે. હર્ષા એન્જિનિયર્સના IPOનો ઇશ્યૂ અગાઉ 2.3 કરોડ શેરનો હતો, પરંતુ બાદમાં ઓફરનું કદ ઘટાડીને 1.68 કરોડ શેર કરવામાં આવ્યું હતું. ઇશ્યૂ ખૂલવાના એક દિવસ પહેલા, કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 225.74 કરોડ એકત્ર કર્યા હતા.

રિટેલ રોકાણકારો માટે અનામત ભાગ 3.22 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે કર્મચારીઓ માટે અનામત શેરની 2.33 ગણી બોલી લગાવવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ માટે 2.5 કરોડ શેર આરક્ષિત છે. કર્મચારીઓને આ ઇશ્યૂ ફાઈનલ પ્રાઇસ કરતાં રૂ. 31 ઓછા ભાવે મળશે. બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત ભાગનો ઈશ્યુ 5.83 ગણો ભરાયો છે. તેમજ ક્વોલિફાઇડ સંસ્થાકીય ખરીદદારોએ પ્રથમ દિવસના અંત સુધી 2.74 લાખ શેર માટે બિડ કરી છે. જ્યારે 47.92 લાખ શેર તેમના માટે આરક્ષિત કરવામાં આવ્યા છે.

પ્રિસિઝન બેરિંગ કેજ બનાવતી Harsha Engineers તેના IPOમાંથી રૂ. 755 કરોડ એકઠા કરવા માગે છે. જેમાં ઓફર ફોર સેલમાં રૂ. 455 કરોડ અને ફ્રેશ ઈશ્યુમાં રૂ. 300 કરોડના શેર વેચવામાં આવશે.

 29 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved