October 1, 2022
October 1, 2022

Hero Motocorpએ અધધ..1000 કરોડના બોગસ ખર્ચ દેખાડ્યા

IT તપાસમાં કરચોરી પકડાતા Heroના શેરના ભાવમાં ગાબડું

દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક Hero MotoCorp પર તાજેતરમાં આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં હજારો કરોડો રૂપિયાના ગોટાળાનો પર્દાફાશ થયો છે. હીરો મોટોકોર્પે લગભગ 1000 કરોડ રૂપિયાના ખોટા ખર્ચના બિલ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત 100 કરોડ રૂપિયાથી વધુના રોકડ સોદા દ્વારા એક ફાર્મહાઉસ ખરીદવામાં આવ્યું હતું. આ માહિતી બહાર આવ્યા પછી શેરબજારમાં Hero MotoCorpનો શેર લગભગ 7 ટકા સુધી ગગડ્યો હતો.

મીડિયા અહેવાલો પ્રમાણે Hero MotoCorpએ 1000 કરોડ રૂપિયાના બોગસ ખર્ચ બતાવ્યા હતા. એટલું જ નહીં, નવી દિલ્હીમાં એક ફાર્મહાઉસની ખરીદીમાં 100 કરોડ રૂપિયાથી વધુ રકમના રોકડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટક માહિતીના પગલે હીરો મોટોકોર્પનો શેર 8.21 ટકા ઘટીને રૂ. 2182 થયો હતો. એક સમયે આ શેર 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 2148 સુધી પણ પહોંચ્યો હતો. આજના સેશનના અંતે હીરો મોટોકોર્પનો શેર 7.08 ટકા ઘટીને રૂ. 2219 પર બંધ આવ્યો હતો.

આવકવેરા વિભાગે Hero MotoCorpની ઓફિસ પર 23 માર્ચે દરોડા પાડ્યા હતા જેમાં કંપનીના ચેરમેન અને એમડી પવન મુંજાલની ઓફિસ અને નિવાસસ્થાન તથા બીજા એક્ઝિક્યુટિવ્સને ત્યાં પણ સર્ચ અને સિઝરની કામગીરી કરવામાં આવી હતી. 26 માર્ચ સુધી આ દરોડા ચાલુ રહ્યા હતા. તેમાં કુલ 40 જગ્યાએ આવકવેરાની ટીમ ત્રાટકી હતી.

 46 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved