ગૃહ મંત્રાલયે લોકસભામા આપી જાનકારી
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ બહારથી આવેલા 34 લોકોએ અહીં પ્રોપર્ટી ખરીદી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે લોકસભામાં આ માહિતી આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મિલકતો જમ્મુ, રિયાસી, ઉધમપુર અને UTના ગાંદરબલ જિલ્લામાં આવેલી છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીર સરકાર પાસેથી મળેલી માહિતી મુજબ, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ અહીં સંપત્તિ ખરીદી છે.”
અનુચ્છેદ 370એ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો, જેથી બહારથી આવેલા લોકોને અહીં સંપત્તિ ખરીદવાની મંજૂરી ન હતી. આર્ટિકલ 5 ઓગસ્ટ, 2019 ના રોજ રદ કરવામાં આવ્યો હતો. આ સાથે અગાઉના રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું
80 , 1