ગુજરાતની શાળાઓમાં વધતા કોરોનાના કેસોને પગલે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન
ગુજરાત સહિત દેશભરના રાજ્યોમાં આજથી 15થી 18 વયના કિશોરોને કોરોના કવચ રસી આપવાના શ્રી ગણેશ થઈ ગયા છે. રાજ્યમાં અંદાજે 35 લાખ જેટલા બાળકોને વૅક્સિનેશન પ્રક્રિયા અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં તરુણોના વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો છે. બીજી બીજુ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી જણાવ્યું કે જો કોઈ શાળા કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તેમણે શાળાઓને ગાઈડલાઈનનું પાલન કરવાના આદેશ આપ્યા છે.
સ્કૂલોમાં કોરોનાના સંક્રમણ પર શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્યમંત્રીએ આજે તરૂણો માટે વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત કરાવી છે. હું આ વયના બાળકો અને તેમના માતા પિતાને વિનંતી કરું છું કે અનેક અપ્રચાર ભ્રમણાઓ ભૂતકાળમાં ચલાવ્યા હતા. બાળકોમાં વેક્સિનેશન હાલ આપણી પાસે એકમાત્ર લડવા માટે શસ્ત્ર છે. રાજ્ય સહિત દેશની જનતાએ વેક્સિનેશનને સારો પ્રતિસાદ આપ્યો છે. કોઈ પણ પ્રકારનું પેનિક કર્યા વગર WHOનું મંજૂરી સાથે વિદ્યાર્થીઓને આ વયના બાળકોને એમને અનૂકૂળ એવું રસી આપણા દેશના આત્મનિર્ભર ભારતનું સૌ સાથે મળીને અને ઉત્સાહ તરીકે ઉજવીને આપણા બાળકો, ભગવાન સ્વરૂપ બાળકોના આર્શીવાદથી કોરોના નાસી જાય તે પ્રકારે બાળકો ફૂલ સ્વરૂપે છે ત્યારે બાળકોને વેક્સિનેશનના ડોઝ અપાવીને સુરક્ષિત કરીએ.
બીજી બાજુ તરૂણોના વેક્સીનેશન શરૂ થયાને 4 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. રસી લેનારા કોઈ તરૂણને આડઅસર થઈ નથી. દેશના તરૂણોને વેક્સીનરૂપી કવચ અપાઈ રહ્યું છે. તરૂણોને વેક્સીન આપી દેશનું ભવિષ્ય સુરક્ષિત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આજે સવારથી શાળાઓમાં વેક્સીન લેવા માટે લાઈન લાગી છે. વિદ્યાર્થીઓને શાળામાં જ વેક્સીન આપવામા આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે, દેશભરમાં આજથી 15થી 18 વર્ષના વયના તરૂણો માટે વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત થઈ, જેમાં દેશના 7.40 કરોડથી વધુ તરૂણો ઉપરાંત ગુજરાતના અંદાજે 35 લાખથી વધુ તરૂણોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે… 3થી 9 જાન્યુઆરી સુધી ચાલનારી મેગા ડ્રાઈવ અંતર્ગત 15 થી 18 વર્ષ વય જૂથના તરૂણોને વેક્સીનેશન સેન્ટર ઉપરાંત તેમની શાળામાં પણ રસી આપવામાં આવશે.
80 , 1