એક મહિલાને વિવિધ કંપનીઓમાં ગેરકાયદે લાભ અપાવ્યાનો પત્નીનો આરોપ
MAX ગ્રુપના પારિવારિક વિખવાદમાં કેટલીક ગંભીર અને શરમજનક વિગતો બહાર આવી રહી છે. મેક્સ ગ્રૂપના સ્થાપક અનલજિત સિંહના પત્નીએ આરોપ મુક્યા છે કે તેમના પતિએ એક હોલ્ડિંગ કંપનીમાંથી ફંડને ગેરકાયદે રીતે ડાઇવર્ટ કર્યું છે. તેમણે અનલજિત સિંહ પર એક મહિલા સાથે આડા સંબંધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે આ મહિલાને ગેરકાયદે રીતે નાણાકીય લાભ કરાવવામાં આવ્યો હતો. તેમણે એવું પણ કહ્યું છે કે ચાર દાયકાના લગ્નજીવન પછી પતિની દગાખોરીના કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે.
નીલુ અનલજિત સિંહે NCLTમાં મેક્સ ગ્રુપના મેનેજમેન્ટ સામે પિટિશન કરી ત્યારથી કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. 110 કરોડ ડોલરની સંપત્તિના માલિક અનલજિત સિંહ સામેના આરોપોના કારણે તેમની આબરુનું ધોવાણ થાય તેમ છે. 31 માર્ચે એનસીએલટીમાં આ અંગે સુનાવણી થશે.
નીલુએ મેક્સ વેન્ચર્સ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગના તમામ વ્યવહારોની તપાસ કરવા માંગણી કરી છે. તેમણે કહ્યું કે અનલજિત સિંહ આ કંપનીના ડિરરેક્ટર અને શેરહોલ્ડર બનવાને લાયક નથી.
આ પિટિશનમાં નીલુ અનલજિત સિંહે દાવો કર્યો છે કે કંપનીની એસેટ્સને ગોટાળા દ્વારા વેચવામાં આવી રહી છે અને અલગ કરવામાં આવી રહી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે “મને મારા પતિએ પોતાના બિઝનેસમાંથી અલગ કરી દીધી છે.” તેમણે મેક્સ ગ્રૂપની કંપનીનું સ્વતંત્ર ઓડિટ કરાવવા માટે માંગણી કરી છે. આ ઉપરાંત કંપનીના ડિરેક્ટર્સ પણ ફંડનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
નીલુ અનલજિત સિંહે પિટિશનમાં જણાવ્યું છે કે તેમના પતિ એક મહિલા સાથે ગેરકાયદે સંબંધ ધરાવે છે. “આ વાતનો સ્વીકાર ખુદ અનલજિત સિંહે મારી સામે કર્યો છે. તેના કારણે મને આંચકો લાગ્યો છે. ચાર દાયકાના લગ્નજીવન પછી મારા પતિની બેવફાઈથી હું દુખી છું. મને બહારના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે અનલજિતને જે મહિલા સાથે સંબંધ છે તેને કેટલીક કંપનીઓના બોર્ડમાં પણ સ્થાન અપાયું છે.”
84 , 2