September 25, 2022
September 25, 2022

પોલીસની ગાડીમાં જીગ્નેશ મેવાણીએ પુષ્પા સ્ટાઈલમાં કહ્યું ‘ઝુકેગા નહીં…’, જુઓ VIDEO

જિજ્ઞેશ મેવાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જિજ્ઞેશ મેવાણીને આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા છે ત્યારે પુષ્પા સ્ટાઈલમાં સ્વેગ બતાવતો તેમનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આસામ પોલીસ અમદાવાદથી એરપોર્ટ દ્વારા જિગ્નેશ મેવાણીને આસામ લઈ ગઈ હતી. ત્યારે પાલનપુરથી જિગ્નેશ મેવાણીને પોલીસની ગાડીમાં બેસાડાયા હતા. ત્યારે તેમણે આ પુષ્પા સ્ટાઈલ કરી હતી. તેમની આ સ્ટાઈલ હાલ ચર્ચામાં છે.

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર લોકશાહી બચાવો-સંવિધાન બચાવો અંતર્ગત મૌન ધરણા સહિતના વિરોધ પ્રદર્શનો રાજ્યભરમાં યોજવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને એક ટ્વિટ પોસ્ટ બદલ આસામ પોલીસે ધરપકડ કરી હતી. આસામ પોલીસ દ્વારા જિગ્નેશ મેવાણીની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારે રાત્રે 11.30 કલાકે ધરપકડ કરી હતી.

જિગ્નેશ મેવાણી ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા હતા. જેના બાદ તેમને આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જોકે વધુ એક કેસમાં જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

 92 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved