September 27, 2022
September 27, 2022

અમદાવાદમાં બે દિવસમાં માસ્ક ન પહેરવા બદલ 1850 લોકોને દંડ ફટકારવામાં આવ્યો!

માસ્ક ન પહેર્યું હોય તો ખિસ્સાં ખાલી કરવા તૈયાર થઈ જજો!

રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાય છે. પરંતુ અમદાવાદીઓએ તો નક્કી કરી લીધુ છે કે કોરોના આવે કે ઓમીક્રોન, હમ નહી સુધરેંગે. કોરોના વાયરસની સાથે સાથે ઓમીક્રોનના પણ કેસ નોંધાઇ રહ્યા છે. તેવામાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ આવશ્યક બને છે પરંતુ અમદાવાદમાં મહદઅંશે લોકો લાપરવાહ હોય તેમ લાગી રહ્યુ છે. 5 થી 100 રૂપિયામાં મળતુ માસ્ક નહી પહેરે પણ હજાર રૂપિયા દંડ ભરશે. જાણીને નવાઇ લાગશે કે અમદાવાદમાં બે દિવસમાં માસ્ક ન પહેરવા બદલ 1850 લોકોને દંડ ફટકારવામાં આવ્યો. એટલેકે માસ્ક ન પહેર્યુ હોય તેવા લોકો પાસેથી રૂપિયા 18 લાખ વસૂલવામાં આવ્યા છે. જાહેર સ્થળો જેવા કે મોલ, મલ્ટીપ્લેક્ષ પરથી માસ્ક ન પહેરનારને દંડ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1259 કેસ સામે આવતા તંત્ર અને લોકોએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 644 કેસ સામે આવ્યા છે. આ આંકડા જ દર્શાવી રહ્યા છે કે અમદાવાદમાં કેટલી હદે લોકો લાપરવાહ છે. કોરોનાને લઇને સરકારે રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ તો આપ્યુ પરંતુ તેનો મતલબ એ નથી કે તે પછીના સમયમાં કોરોના નહી હોય. કોરોનાકાળમાં પણ સરકારે જે છૂટછાટો આપી છે તેનો ફાયદો ન ઉઠાવો. જો સ્થિતિ આવી જ રહી તો આગામી સમયમાં એક હજાર કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાય તો કોઇ નવાઇ નહી.

અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે સોમવારે અમદાવાદ શહેરમાં વધુ 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં બોડકદેવ અને સૈજપુરનો સમાવેશ કરાયો છે. આ સાથે અમદાવાદ શહેરની વિવિધ 21 સોસાયટીઓને પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 86 પર પહોંચી છે.

 89 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved