September 24, 2022
September 24, 2022

ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓ આકરાપાણીએ, પોલીસે કરી અટકાયત

સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન : Video

ગુજરાત રાજ્યના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજથી પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ડૉક્ટર્સની સાથે આરોગ્ય કર્મચારીઓનું પણ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. મહત્વનું છે કે, આરોગ્ય કર્મચારીઓ અને તબીબો જૂની માંગણીઓ ન સંતોષતા આજે વિરોધ પ્રદર્શનનું રૂપ લઈ ચુક્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 વર્ષથી આરોગ્ય કર્માચારીઓ ગ્રેડ પેમાં સુધારો, ક્ષેત્રિય ફેરણી ભથ્થાની માંગણી, કોરોના વોરિયર્સ તરીકે ગણતરી કરી ભથ્થા, તથા જૂની પેન્શન યોજના લાગૂ કરવી અને પ્રમોશન સહિતની માંગણીઓ કરી રહ્યાં છે.

ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ડૉક્ટરો પોતાની માંગણીઓ ઉકેલવાની માંગ સાથે તેઓ આજે ફરજથી અળગા રહીને દિવસભર શાંતિપૂર્વક વિરોધ નોંધાવશે. હડતાળ પર ઉતરેલા ડૉક્ટરો જણાવ્યું હતું કે, અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી. આ હડતાળમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકેટર અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યાં છે.

શું છે ડૉક્ટર્સની માંગ ?

– ડૉક્ટર્સની અલગ અલગ માંગણી એડહોકસેવાઓ સળંગ કરાય
– છેલ્લા 12 વર્ષથી બઢતી કરાતી નથી, તે બઢતી તાત્કાલિક કરાય
– રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે જેમને બઢતી આપે 
– ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે
– 22 નવેમ્બરે રદ કરાયેલો ઠરાવ ફરી અમલમાં કરાય
– રિટાયર્ડ થયેલા ડૉક્ટર્સ, શિક્ષકોને તાત્કાલિક પેન્શન અપાય
– ડૉક્ટર્સની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરાય
– થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરાય

 33 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved