PM મોદી સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓની રહેશે ઉપસ્થિતિ
પ્રમોદ સાવંત આજે સોમવારે (28 માર્ચ 2022) બીજી વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, આ કાર્યક્રમમાં પહેલીવાર ધર્મ ગુરૂઓ પણ હાજર રહેશે. જણાવી દઈએ કે શનિવારે પ્રમોદ સાવંતે કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહ 28 માર્ચે સવારે 11 વાગ્યે પણજીના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં શરૂ થશે. કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે ભાજપે ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને 25 ધારાસભ્યોના સમર્થનનો પત્ર પહેલેથી જ સોંપી દીધો છે. પિલ્લઈએ આગામી સરકાર બનાવવા માટે પાર્ટીને આમંત્રણ આપ્યું છે. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સાવંત બીજી ટર્મ માટે ગોવાના મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સંભાળશે.
સાવંતને સર્વસંમતિથી વિધાયક દળના વડા તરીકે ચૂંટાયા બાદ ભાજપે સોમવારે આ જાહેરાત કરી હતી. 40 સભ્યોની વિધાનસભાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં ભાજપે 20 બેઠકો જીતી હતી, જે બહુમતીના આંકથી માત્ર એક બેઠક ઓછી હતી.
83 , 1