ગુજરાત ટાઈટન્સે હરાજીમાં ખાતુ ખોલાવ્યું, શમી 6.25 કરોડમાં ટીમમાં સામેલ
આજે IPL ના મહા ઓક્શનમાં સૌથી પહેલા ધુંઆધાર ઓપનર બેટ્સમેન શિખર ધવનને પંજાબ કિંગ્સે 8.5 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. તો શ્રેયસ ઐય્યરને તેનાથી પણ વધારે 12.25 કરોડ રૂપિયામાં કોલકાતા નાઈટ રાઇડર્સે ખરીદ્યો હતો.
ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ડ બોલ્ટ 8 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સના ટીમમાં ગયો હતો.
ભારતીય ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્વિનને રાજસ્થાન રોયલ્સે 5 કરોડમાં, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઇડર્સે 7.25 કરોડમાં તેમજ સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર કીંગીસૉ રબાડાને પંજાબે 9.25 કરોડમાં ખરીદ્યો હતો.
આજની IPL મેગા ઓક્શનમાં10 ટીમો ભાગ લશે. 590 ખેલાડી ઓક્શનમાં સામેલ છે. બેંગલુરુમાં યોજાનાર આ ઓક્શનમાં કેટલાય ખેલાડીઓની કિસ્મત ચમકશે. ઓક્શનમાં સોથી પહેલા 10 મોટા ખેલાડીઓ પર બોલી લગાવાશે. ત્યાર પછી બાકીના ખેલાડીઓની બોલી લાગશે. આ સાથે આ ઓક્શમાં આ વખતે ગુજરાત ટાઇટન્સ કયા કયા ખેલાડીઓની પસંદગી કરશે તેના પર બધાની નજર છે.
IPLમાં 33 ખેલાડીને 343.7 કરોડ રૂપિયામાં ટીમો પહેલાથી રિટેન કરી ચૂકી છે.
62 , 1