November 29, 2022
November 29, 2022

વડોદરામાં વિધર્મી ભાઇઓએ નગ્ન વીડિયો-ફોટા ઉતારી વારંવાર માતા-દીકરીને પીંખી…

માતાના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને દીકરી પર પણ આચર્યું દુષ્કર્મ

વડોદરામાં ફરી એકવાર જેહાદી ષડયંત્ર સામે આવ્યું છે. વડોદરામાં ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા વિધર્મી ભાઈઓએ માતા-પુત્રી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. જેના પગલે ઇકબાલ ઉર્ફે મોનુ અંસારી અને મહોરમ અંસારી વિરુદ્વ ફરિયાદ નોંધાઈ છે. ઇકબાલે મહિલાનો વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો યુવતીને તેની માતાનો વીડિયો બતાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાનું પણ ખુલ્યું છે.

ઇકબાલના ભાઇ મહોરમે પણ માતા-પુત્રને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાની પુત્રી સાથે મહોરમ અંસારીએ લગ્ન કરવા અરજી પણ કરી હતી. પોલીસે બંને નરાધમ ભાઈઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. આરોપીઓએ દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ પણ રહી ગયું હતું. આરોપીએ સગીરાને ગોળી ખવડાવી ગર્ભપાત પણ કરાવ્યાનો ખુલાસો થયો છે.

પત્ની અને દીકરી સાથે બનેલી ઘટનાને લઇને પતિ આઘાતમાં સરી પડ્યો છે. તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વિધર્મીઓ દ્વારા મિત્રતા કેળવીને આવું કૃત્ય કરવામાં આવ્યું. બાદમાં પોલીસ ફરિયાદ કરવાનું કહેતા આરોપીઓ દ્વારા મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. અમારે ન્યાય જોઈએ છે. પોલીસને સારી કામગીરી કરી છે અને સપોર્ટ પણ કરી રહી છે. 2થી 3 દિવસમાં આરોપીઓને દબોચીને લઇ આવ્યા છે. વધુમાં તેણે કહ્યું કે, આવું ફરી કોઈ દિવસ કોઈ વિધર્મી દ્વારા ન થાય તે માટે લોકો પરિવાર પર ધ્યાન રાખે. જાગૃત થઇ જઇએ. વિધર્મીઓને વિસ્તારમાં મકાન ભાડે આપવાની હિંમત ન કરવી જોઈએ.

મહત્વનું છે કે વડોદરામાં લવ જેહાદના ષડયંત્રના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે શા માટે વિધર્મી યુવાનો હિન્દુ યુવતીઓ અને મહિલાઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે તે સવાલ ઉઠી રહ્યા છે. વડોદરા પોલીસે હાલ બન્ને વિધર્મીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 45 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved