February 2, 2023
February 2, 2023

યોગીની સભામાં BJP નેતાએ તો ધ્રાંગધ્રાના ઉમેદવારને સીધા PM બનાવી દીધા

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાની લપસી જીભ

ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું પ્રચાર અભિયાન વેગ પકડતું જાય છે. ત્યારે બુધવારે હળવદ ખાતે ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના CM યોગી અદિત્યનાથે જાહેરસભા સંબોધી હતી. તેમના આગમન પૂર્વે રાજકીય આગેવાનો સભાને સંબોધી રહ્યા હતા. ત્યારે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ PMના નામમાં લોચો માર્યો હતો. તેમણે જાહેરસભામાં એવું કહ્યું હતું કે ‘આપણા વડાપ્રધાન પ્રકાશ વરમોરાના સમર્થનમાં મતદાન કરવાનું છે,’ આ સાંભળીને સ્થળ ઉપસ્થિત સર્વે લોકોના ચહેરા પર હળવું હાસ્ય ફરી વળ્યું હતું અને લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે શું જિલ્લા પંચાયતના પ્રમુખને એટલી પણ ખબર નથી કે ભારતના વડાપ્રધાન કોણ છે?

ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં મોરબી જિલ્લાના હળવદમાં ગઈકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી, ધ્રાંગધ્રા, હળવદ અને સુરેન્દ્રનગરના ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

 55 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved