February 1, 2023
February 1, 2023

યુક્રેન યુદ્ધના અંતનો શ્રેય ભારત અને પીએમ મોદીને મળી શકે…

રશિયાએ મધ્યસ્થી માટે કરેલી ઓફર સૂચક મનાય છે

શું યુક્રેન – રશિયા યુદ્ધનો અંત ભારતની મધ્યસ્થી દ્વારા શું આવશે ? યુરોપ સહિત દુનિયાને હચમચાવનાર આ યુદ્ધનો અંત ભારત લાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય છબી ઓર નિખરશે ? આ સવાલો દિલ્હી અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એટલા માટે ચર્ચાઇ રહ્યા છે. કેમકે, રશિયાએ મધ્યસ્થી માટે ભારતને કરેલી ઓફરની દરખાસ્તના પગલે એમ મનાઇ રહ્યું છે કે, આ યુદ્ધનો અંત ભારત જ લાવી શકશે.

છેલ્લા 39 દિવસથી યુક્રેન-રશિયા વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનની ખાનાખરાબી થઇ રહી છે. રશિયા નમતું જોખવા તૈયાર નથી. તેવા સંજોગોમાં ભારતની મુલાકાતે આવેલા રશિયાના એક મંત્રીએ નવી દિલ્હી ખાતે મોસ્કો – ક્રેમલિન વતી એવી ઓફર કરી છે, કે ભારત ઇચ્છે તો યુદ્ધનો અંત લાવવા મધ્યસ્થી બની શકે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી ભારતે દરેક મંચ પર રશિયાની વિરૂદ્ધ જવાનું ટાળ્યું છે. કેમકે, રશિયા ભારત સાથે વર્ષોથી મિત્રતા ધરાવે છે. 1971 યુદ્ધમાં રશિયાને કારણે અમેરિકા ભારત પર દબાણ લાવી શક્યું ન હતું. હાલમાં યુદ્ધની પરિસ્થિતિમાં રશિયાએ ભારતને તેલ, ગેસ અને જે ચીજ વસ્તુઓ જોઇતી હોય તે સસ્તા ભાવે આપવાની ઓફર કરી છે. તેનાથી અમેરિકા ભલે નારાજ થયું હોય પરંતુ ભારતે એ દોસ્તી હમ નહીં તોડેંગે એવી લાગણી દર્શાવીને યુદ્ધમાં પરોક્ષ રીતે રશિયાનો સાથ આપ્યો છે.

રશિયાએ મધ્યસ્થી માટે ભારતને કરેલી ઓફરને બિટવિન ધ લાઇન્સની રીતે જોઇએ તો શક્ય છે કે, રશિયાએ ભારતને જશ આપવા અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય સ્થળે માન-સન્માન મળે તેવો કોઇ એજન્ડા તૈયાર કર્યો હોઇ શકે. અને એમ પણ કહી શકાય યુદ્ધનો અંત ભારતની દરમિયાનગીરી આવી શકે. કારણ કે યુક્રેન દ્વારા ભારતને પણ વિનંતી કરવામાં આવી છે. કે રશિયાને સમજાવે..

 71 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved