November 29, 2022
November 29, 2022

ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ ફરજિયાત બનાવી

1 ઓક્ટોબર 2023થી અમલમાં આવશે

સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મોત બાદ સરકાર કારમાં સવાર મુસાફરોની સુરક્ષાને લઈને ઘણી ગંભીર છે. સરકારે કારમાં છ એરબેગ ફરજિયાત બનાવવાના પ્રસ્તાવના અમલીકરણની જાહેરાત કરી છે. ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ ફરજિયાત બનાવી છે. આ નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે. એરબેગ લગાવવાથી કારની કિંમતમાં વધારો થઈ શકે છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું કે ઓટો ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતી વૈશ્વિક સપ્લાય ચેઇન અવરોધો અને મેક્રો ઇકોનોમિક લેન્ડસ્કેપ પર તેની અસરને ધ્યાનમાં રાખીને પેસેન્જર કાર (M-1 કેટેગરી)માં ઓછામાં ઓછી 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાની દરખાસ્તને 1લી ઓક્ટોબર 2023થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ છે કાર કંપનીઓ ચિંતા
આ પહેલા કેટલાક કાર નિર્માતાઓએ સરકારના આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. કંપનીઓને ડર છે કે આ નિયમના કારણે કારની કિંમતમાં વધારો થશે અને તેની સીધી અસર કારના વેચાણ પર પડશે. એક અંદાજ મુજબ, છ એરબેગ્સ ફરજિયાત બનાવવાથી દરેક સેગમેન્ટમાં કારની કિંમતમાં આશરે રૂ. 20,000નો વધારો થઈ શકે છે.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved