ભારતીય ટીમે ઘરઆંગણે સતત 15મી ટેસ્ટ શ્રેણી જીતી
બેંગલુરુમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને 238 રને હરાવીને બે મેચની શ્રેણીમાં વ્હાઈટવોશ કર્યો છે. શ્રીલંકાને 447 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેના જવાબમાં ટીમ 208 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. ભારતની જીતમાં આર અશ્વિને 4 અને જસપ્રિત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 2 અને રવીન્દ્ર જાડેજાના ખાતામાં 1વિકેટ આવી હતી.
ઘરેલું મેદાન પર ભારતીય ટીમની આ સતત 15મી ટેસ્ટ શ્રેણી જીત છે. ભારત નવેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામે છેલ્લી હોમ ટેસ્ટ સિરીઝ હારી ગયું હતું. તે સમયે મહેન્દ્ર સિંહ ધોની ટીમના કેપ્ટન હતા. ત્યારપછી ભારતીય ટીમ ઘરઆંગણે એકપણ ટેસ્ટ શ્રેણી હારી નથી. આજ સુધી કોઈ ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર આટલી શ્રેણી જીતી શકી નથી.
આ સાથે જ ભારતે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ત્રીજી વખત ક્લીન સ્વીપ કર્યું છે. અગાઉ 1993/94 અને 2017માં ભારતે શ્રીલંકાને 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું.
57 , 1