કિંગ કોહલીની 100મી ટેસ્ટ પર સૌની નજર
ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની પ્રથમ ટેસ્ટ મોહાલીમાં શરૂ થઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી છે. વિરાટ કોહલીની કારર્કિદીની આજે 100મી ટેસ્ટ રમશે.
મોહાલી ટેસ્ટમાં ભારત તરફથી ઓપનિંગ કરવાની જવાબદારી કેપ્ટન રોહિત શર્મા અને મયંક અગ્રવાલ સંભાળશે. ગત વર્ષે ઇંગ્લેન્ડ ટૂર પછી રોહિતે એકપણ ટેસ્ટ મેચ રમી નથી. તે 6 મહિના પછી આ ફોર્મેટમાં કમબેક કરતો જોવા મળશે. વળી મયંક માટે પણ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝ કંઈ ખાસ રહી નહોતી. 3 મેચમાં તેણે 22.50ની એવરેજથી માત્ર 135 રન જ કર્યા હતા. આ સિરીઝમાં તે પણ ફોર્મમાં પરત ફરી શકે છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, હનુમા વિહારી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, જયંત યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ
62 , 1