:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત બસ અને કાર વચ્ચેની ટક્કરમાં કારમાં સવાર પાંચ યાત્રીઓ જીવતાં ભડથું ...

top-news
  • 12 Feb, 2024

આજે સવારે યમુના-એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત સર્જાયાના અહેવાલ મળી રહ્યા છે. આગરાથી નોઈડા તરફ જતી ખાનગી બસનું ટાયર અચાનક પંચર થઇ જતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. જેના લીધે બસ અને કાર  વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. 

આ ઘટના સોમવારે સવારે આશરે પોણા આઠ વાગ્યે બની હતી. થોડીક વારમાં જ બંને વાહનો સળગી ગયા હતા. જેના લીધે એક્સપ્રેસ વે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઇ હતી. બસમાં સવાર યાત્રીઓને સુરક્ષિત બચાવવામાં સફળતા મળી પણ કારમાં સવાર પાંચ યાત્રીઓ જીવતાં ભડથું થઈ ગયા હતા. હજુ સુધી કાર અને મૃતકોની ઓળખ થઈ શકી નથી. 

અકસ્માત  બાદ સ્વિફ્ટ કારમાં બેઠેલા 5 લોકો જીવતા સળગી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક બસનું ટાયર અચાનક પંચર થઇ જતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો ત્યારબાદ બસ બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાયા બાદ પાછળથી આવતી કાર બસ સાથે અથડાઈ હતી.

થોડીજ વારમાં અકસ્માત બાદ બસમાં આગ લાગી અને તેમાં  5 લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી.ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડીએમ અને એસએસપી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા.

હાલ મૃતકની ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે. SSP એ કહ્યું- આ દુર્ઘટના આજે સવારે મહાવન પોલીસ સ્ટેશનના આગરા-નોઈડા ટ્રેક પર માઈલસ્ટોન 117 પાસે થઈ હતી. ટાયર પંકચર થવાને કારણે બસ કાબૂ બહાર ગઈ હતી, જ્યારે પાછળથી એક સ્વિફ્ટ કાર તેની સાથે અથડાઈ હતી. અથડામણ બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે કાર સવારો બહાર નીકળી શક્યા ન હતા. દાઝી જવાથી 5 મુસાફરોના મોત થયા છે. બસના કેટલાક મુસાફરો પણ ઘાયલ થયા છે.

ઘટના અંગે માહિતી આપતા ગ્રેટર નોઈડા પોલીસે જણાવ્યું કે મૃતકોમાં એક 12 વર્ષીય સગીરનો પણ સમાવેશ થાય છે, જ્યારે અન્ય ચાર મૃતકોની ઉંમર 30-40 વર્ષની વચ્ચે છે. પોલીસે જણાવ્યું કે કારમાં 8 લોકો સવાર હતા, જેમાંથી ત્રણ મુસાફરોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા, જેમને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ત્રણેયને જેવરની નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ત્રણેય ઈજાગ્રસ્તોમાં 8-16 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે અકસ્માત માં 5 લોકો જીવતા સળગી ગયા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎