રાજ્યસભા માટે ભાજપે જાહેર કરી યાદી : ગુજરાતમાં 4 અને મહારાષ્ટ્ર માંથી 3 ઉમેદવાર...
- 14 Feb, 2024
ભાજપે આગામી રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં જેપી નડ્ડા સાથે ગોવિંદભાઈ ધોળકિયા અને મયંકભાઈ નાયકનો સમાવેશ થાય છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના 3 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલાં ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. ગુજરાતની ચાર બેઠકો પર ભાજપે રાજ્ય સભાના ઉમેદવારોના નામની જાહેરત કરી દીધી છે. આવતીકાલે ઉમેદવારી ભરવાનો આખરી દિવસ હતો ત્યારે ભાજપે સસ્પેન્શ પરથી પડદો ઉઠાવી દીધો છે.
ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં, ભાજપના રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જે. પી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર જાહેર થયા છે તે સાથે-સાથે બીજેપી ઓબીસી મોરચાના મયંક નાયક, જસવંતસિંહ પરમાર, અને ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત કરી દીધી છે.
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે, જેમાં તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણનું નામ પણ સામેલ છે. ભાજપે તેમને મહારાષ્ટ્રમાંથી જ સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર ક્વોટામાંથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને અજીત ગોપચાડે ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ