:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈન્ડિયા ગઠબંધનમાં વધુ એક તિરાડ ..!!! મહેબૂબા મુફ્તીની પાર્ટી એકલા હાથે લડશે ચુંટણી...

top-news
  • 19 Feb, 2024

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશની અલગ -અલગ પાર્ટીઓ પોતાના રાજકીય ભવિષ્યને લઈને વધુને વધુ ચિંતિત થવા લાગી છે. તેની સાથે I.N.D.I.A. ગઠબંધન જે ભાજપને 2024મી હારવા માટે બન્યું હતું તે હવે મજબૂત થવાની જગ્યાએ વેરવિખેર થતું દેખાઈ રહ્યું છે. એક પછી એક સંસદ સભ્યો ગઠબંધન તોડીને બીજી પાર્ટી માં સામેલ થઈ રહ્યા છે અથવા તો પોતે એકલા હાથે ચૂટણી લેવાનો નિર્ણય લઈ રહ્યા છે,એવામાં આજે જમ્મુ-કાશ્મીરમાંથી I.N.D.I.A. ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે.

નેશનલ કોન્ફરન્સ બાદ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ પણ લોકસભા ચૂંટણીમાં અલગ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીની સંસદીય સમિતિ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે. અગાઉ ફારુક અબ્દુલ્લાના નેતૃત્વ હેઠળની એનસીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.પીડીપીની લોકસભા ચૂંટણીની તૈયારીઓ આકલન માટે કાશ્મીરમાં આયોજિત બેઠક બાદ પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમારી પાર્ટી દેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

ટૂંક સમયમાં રાજ્યમાં લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. મોહમ્મદ સરતાજ મદનીના નેતૃત્વમાં પાર્ટી સંસદીય બોર્ડ ટૂંક સમયમાં ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપશે.પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અબ્દુલ રહેમાન વીરી, મહાસચિવ ડૉ. મહેબૂબ બેગ અને ગુલામ નબી લોન હંજુરા, અધિક મહાસચિવ આશિયા નકાશ, પૂર્વ મંત્રી નઈમ અખ્તર અને ઝહૂર અહેમદ મીર સહિત જિલ્લા પ્રમુખો, મતવિસ્તારના પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો બેઠકમાં હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે અમારી પાસે જે સીટો છે તે સિવાય અન્ય સીટો પર ગઠબંધન અંગે વિચારવામાં આવશે. તેના બાદ પાર્ટી પ્રમુખે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી. જ્યારે હવે પીડીપીએ કહ્યું હતું કે પાર્ટીનો હેતુ એકતાનો છે, પરંતુ એનસીના નિર્ણયને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎