:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચંડીગઢના 3 કાઉન્સિલરો એ કર્યો પક્ષપલટો : ભાજપમાં જોડાતા કેજરીવાલને લાગ્યો ફટકો ,..

top-news
  • 19 Feb, 2024

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગેરરીતિનો આરોપ લગાવી સુપ્રીમ કોર્ટની શરણ લીધી હતી. બંને પક્ષોએ ભાજપ સામે છેતરપિંડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે આજે ફરી સુનાવણી થવાની છે. સુનાવણી પહેલા ચંદીગઢના નવ ચૂંટાયેલા મેયર મનોજ સોનકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ત્યારબાદ  AAPના ત્રણ કાઉન્સિલરો નેહા મુસાવત, ગુરચરણ કાલા અને પૂનમ દેવીના પક્ષપલટાથી ચંદીગઢ મેયરની ચૂંટણીનો આખો ખેલ બદલાઈ ગયો છે. આમ આદમીના ત્રણેય કાઉન્સિલરો રવિવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ સૂદે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું અને કહ્યું કે કાઉન્સિલરોને સંપૂર્ણ સન્માન મળશે અને તેમને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે.

AAPના ત્રણ કાઉન્સિલરોના આગમન સાથે હવે BJPના કાઉન્સિલરોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે, જ્યારે તેમની પાસે 1 MPનો વોટ પણ છે. આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલી મેયરની ચૂંટણી દરમિયાન શિરોમણી અકાલી દળના એકમાત્ર કાઉન્સિલરે પણ ભાજપને સમર્થન આપ્યું હતું. એટલે કે ભાજપ પાસે હવે કુલ 19 મત છે અને તે સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.

ત્રણ કાઉન્સિલરોના પક્ષપલટા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતોની સંખ્યા 20થી ઘટીને 17 થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસના 7 અને AAPના 10 કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 35 કાઉન્સિલર છે, જ્યારે એક સાંસદ તરીકેના વોટથી 36 વોટ થઈ જાય છે. આ રીતે બહુમતનો આંકડો 19 પર પહોંચી ગયો છે, જ્યારે ભાજપને 20 મતો મળ્યા છે.

ચંદીગઢના મેયરની ચૂંટણી ગત 30 જાન્યુઆરીએ યોજાઈ હતી. કથિત હેરાફેરી અંગે કોંગ્રેસ અને AAPની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી અને બેલેટ પેપર સીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે મેયરની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર રહેલા અનિલ મસીહને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, 'સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે તેણે બેલેટ પેપર બગાડ્યા હતા. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ લોકશાહીની મજાક છે. લોકશાહીની હત્યા થઈ રહી છે, અમને નવાઈ લાગે છે. કોર્ટે અનિલ મસીહને 19 ફેબ્રુઆરીએ સુનાવણીમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.

ભાજપના નેતા અરુણ સૂદે કહ્યું કે, અમારી પાસે પૂર્ણ બહુમતી છે અને મેયર અમારો જ રહેશે. કાઉન્સિલર નેહા મુસાવતે કહ્યું કે, આમ આદમી પાર્ટી તેની નીતિઓમાં નિષ્ફળ ગઈ છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ છે. પૂનમ દેવીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબો અને દલિતોના મસીહા છે અને તેમણે સમાજના દરેક વર્ગ માટે ઘણાં વિકાસ કાર્યો કર્યા છે અને તેઓ ભાજપમાં જોડાઈને ખૂબ જ ખુશ છે. ગુરચરણ કલાએ કહ્યું કે તેઓ પહેલેથી જ ભાજપમાં હતા, તેમને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને પછી તેઓ તેમની જૂની પાર્ટીમાં પાછા ફર્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎