ગ્લોબલ સમિટના બીજા દિવસે મોદી બનશે ખાસ મહેમાન : સમિટમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ ઉપરાંત વિદેશ મંત્રી હાજર..
- 26 Feb, 2024
દેશની રાજધાની માં ન્યૂઝ નેટવર્ક દ્વારા યોજાયેલ ગ્લોબલ સમિટ 2024ના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓને તેમાં આજે આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજધાની દિલ્હીમાં આયોજિત ગ્લોબલ સમિટમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ ટોની એબોટ ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર અને ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાના અને કંગના રનૌત સહિત દેશ-વિદેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ ભાગ લઈ રહી છે.
આ સમિટ માં દેશની રાજનીતિ તેમજ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે, જેની સાથે રમતગમત, મનોરંજન અને અર્થશાસ્ત્રના ઘણા દિગ્ગજ આ પ્લેટફોર્મ પર તેમના મંતવ્યો શેર કરશે.‘વૉટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ની આ આવૃત્તિ 25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. કોન્ક્લેવની થીમ ઈન્ડિયાઃ પોઈઝ્ડ ફોર ધ નેક્સ્ટ બિગ લીપ રાખવામાં આવી છે.
26 ફેબ્રુઆરીએ ગ્લોબલ સમિટના પ્લેટફોર્મ પર સિનેમા ઉપરાંત સ્વાસ્થ્ય, અર્થતંત્ર અને સંસ્કૃતિને લગતા ઘણા મહત્વપૂર્ણ સત્રો થશે. જ્યારે 27 ફેબ્રુઆરીએ ‘વૉટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ વિષય પર ‘સત્તા સંમેલન’નું મંચનું આયોજન કરવામાં આવશે, જેમાં દેશના રાજકીય માહોલ અને આગામી લોકસભાની ચૂંટણીઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.‘સત્તા સંમેલન’ની થીમ ન્યૂ ઈન્ડિયા-2024ની ગેરંટી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ