:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કોંગ્રેસના જ્યેષ્ઠ નેતા ડૉ. અઝીઝ કુરેશીનું નિધન કુરેશી ત્રણ રાજ્યોમાં રાજ્યપાલ તરીકેની ભૂમિકા પણ નિભાવી હતી

top-news
  • 01 Mar, 2024

કોંગ્રેસના જ્યેષ્ઠ અને ત્રણ વખતના પૂર્વ રાજ્યપાલ ડૉ.અજીત કુરેશીનું જૈફ વયે દુખદ અવસાન થયું છે . તેમનું અવસાન  83 વર્ષની ઉંમરે  થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા તેમજ  થોડા દિવસો પહેલા આરોગ્ય લથડતા તેમને ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ હોસ્પિટલમાં જ શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. 

ડૉ. અઝીઝ કુરેશીનો જન્મ 24 એપ્રિલ 1940માં ભોપાલમાં થયો હતો. તેમણે 1984માં મધ્ય પ્રદેશના સતના બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી પ્રથમ વખત સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશ કોંગ્રેસ ચૂંટણી કમિટીના સચિવ, ભારતીય યુવા કોંગ્રેસના સંસ્થાપક સભ્ય પણ બન્યા હતા. આ ઉપરાંત તેઓ 1973માં મધ્ય પ્રદેશ સરકારના વિવિધ વિભાગોના વિવિધ પદો પર રહ્યા હતા. મધ્યપ્રદેશની તત્કાલીન કમલનાથ સરકારે 24 જાન્યુઆરી-2020ના રોજ તેમને મધ્ય પ્રદેશ ઉર્દુ અકાદમીના અધ્યક્ષ નિમ્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ અને મિઝોરમમાં રાજ્યપાલ પણ રહી ચુક્યા છે.

મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી પી.સી.શર્માએ કહ્યું કે, અમને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. અઝીઝ કુરેશીનું નિધન થયું હોવાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. હું તેમના નિધન પર શોક વ્યક્ત કરું છું. ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે અને શોકાતુર પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎