દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટમાં શંકાસ્પદ લખાણ : એર-ઈન્ડિયાની ફ્લાઈટમાં ટિસ્યુ પેપર પર "બોમ્બ" શબ્દ લખેલો મળ્યો, સઘન ચેકિંગ હાથ ધરાયું
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan16052024_072621_aIR iNDIA 1 (1).webp)
- 16 May, 2024
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વડોદરા આવી રહેલી દિલ્હી-વડોદરાની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટિસ્યુ પેપર પર બોમ્બ શબ્દ લખેલો મળતા અફરાતફરી સર્જાઈ હતી. પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે બોમ્બ શબ્દો લખેલો મળ્યા પછીથી બુધવારે સાંજે ફ્લાઈટમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે સર્ચ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી નહોતી.
ઉલ્લેખનીય છે કે જ્યારે ક્રુમેમ્બર્સને ટીસ્યુ પેપર પર બોમ્બ શબ્દ લખેલો હોવાની માહિતી મળી તે સમયે વિમાન દિલ્હીથી વડોદરા આવવા ટેક-ઓફ કરવાની તૈયારીમાં હતું. આ અંગે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સિવાય પેસેન્જર્સને પણ ફ્લાઈટમાંથી ઉતરી જવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં એરક્રાફટનું સંપૂર્ણ ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. જોકે પછીથી પેસેન્જર્સને વડોદરા જવા માટે બીજી ફ્લાઈટમાં મોકલવામાં આવ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ