:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગુજરાત એટીએસની ટીમને મળી મોટી સફળતા: અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આતંકીની ધરપકડ, પાકિસ્તાની બનાવટનાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા

top-news
  • 20 May, 2024

ગુજરાતના એન્ટી ટેરેરીસ્ટ સ્કોવોર્ડ(એટીએસ)ને સોમવારે મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આંતકીઓની ધરપકડ કરી છે. અમદાવાદના એરપોર્ટ પરથી પકડાયેલા ચાર આતંકીઓ શ્રીલંકાના નાગરિક છે. આ ચારેય શ્રીલંકાથી ચેન્નાઈ આવ્યા હતા. પછથી ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં પહોંચતાની સાથે જ તેમને ગુજરાત એટીએસે પકડી લીધા હતા. તેમની પાસેથી પાકિસ્તાન મેડ હથિયાર પણ મળ્યા છે. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગુજરાત ડીજીપી પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે વિગતે માહિતી આપશે. એમ કહેવાઈ રહ્યું છે કે ચેન્નાઈથી અમદાવાદ પહોંચ્યા પછીથી ચારેય આતંકી પાકિસ્તાની હેન્ડલરના મેસેજની રાહ જોઈ રહ્યાં હતા. અમદાવાદથી તેમને ટાર્ગેટ લોકેશન પર પહોંચવાનું હતું. તેમને અહીંથી હથિયાર મળવાના હતા. તે પહેલા જ એટીએસએ તેમની ધરપકડ કરી લીધી હતી. 

ATSએ એનક્રિપ્ટેડ ચેટ્સ આ આતંકવાદીઓના ફોનથી મેળવી છે. ગુજરાતમાં ISISના ચાર આતંકવાદીની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે સુરત પોલીસ મૌલવી સોહેલ અબુબકર મામલે પહેલાથી જ તપાસમાં લાગેલી છે. જોકે અત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ તપાસમાં મળી આવી ન હતી પરંતુ આ આતંકવાદીઓના અમદાવાદ સુધી પહોંચ્યા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. 

બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે. આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎