:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સ્વાતિ માલિવાલ સાથે મારપીટ કરવાનો મામલો: વિભવ કુમારને કોર્ટે 4 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા, પોલીસે વિભવનો ફોન ફોર્મેટ થયો હોવાનો કર્યો દાવો

top-news
  • 24 May, 2024

સ્વાતિ માલીવાલ કેસમાં કોર્ટે વિભવ કુમારને ચાર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. તીસ હજારી કોર્ટના આદેશ અનુસાર, વિભવ કુમાર 28 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. વિભવને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, પોલીસે પૂછપરછ માટે ચાર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી.

દિલ્હી પોલીસે કહ્યું કે કોર્ટની સૂચના મુજબ અમે પરિવારના સભ્યો અને વકીલને વિભવને મળવાની મંજૂરી આપી હતી. વિભવના વકીલે કહ્યું કે ન્યાયિક કસ્ટડી અથવા પોલીસ કસ્ટડી બંને આરોપીની સ્વતંત્રતાને અસર કરે છે. કોઈપણ વસ્તુની માંગ વ્યાજબી હોવી જોઈએ. વિભવના વકીલે કહ્યું કે જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસની છે પરંતુ પોલીસ 4 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરી રહી છે. વિભવ કુમારના વકીલનું કહેવું છે કે જ્યુડિશિયલ રિમાન્ડ એ કોર્ટનો વિશેષાધિકાર છે.

સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે કોર્ટમાં કહ્યું હતું કે સીસીટીવી આરોપીના કબજામાં નથી. આરોપીએ આપેલી પેન ડ્રાઈવ ખાલી મળી આવી હતી. જેને એફએસએલમાં મોકલી આપવામાં આવી છે. વિભવ કુમારે તપાસ દરમિયાન જપ્ત કરાયેલા ડીવીઆરને સુરક્ષિત રાખવાની અપીલ કરી હતી, જેની સામે અતુલ શ્રીવાસ્તવે કહ્યું કે આ અરજી દાખલ કરવાની જગ્યા નથી અને તેને ફગાવી દેવી જોઈએ. 

સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે 13 મેના રોજ સીએમ આવાસ પર તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. ઘટનાના પાંચ દિવસ બાદ આરોપી વિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસ કસ્ટડીની મુદત પુરી થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

જ્યારે વિભવ કુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો હતો કે વિભવ કુમારનો ફોન મુંબઈમાં ફોર્મેટ કરવામાં આવ્યો હોઈ શકે છે. તે પછી પોલીસ વિભવને પણ મુંબઈ લઈ ગઈ. પોલીસે કોર્ટને કહ્યું હતું કે વિભવ કુમારને તે જ જગ્યાએ લઈ જવામાં આવશે જ્યાં ફોન ફોર્મેટ કરવામાં આવ્યો હતો. તપાસ બાદ વિભવને દિલ્હી પરત લાવવામાં આવ્યો હતો.