:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું મતદાન: દિલ્હીમાં 9 વાગ્યા સુધીમાં 8.94 % વોટિંગ, રાહુલે વોટિંગ કર્યા પછી સોનિયા ગાંધી સાથે લીધી સેલ્ફી

top-news
  • 25 May, 2024

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનાં મતદાનમાં 8 રાજ્યોની 58 સીટો પર વોટિંગ થઈ રહ્યું છે. તેમાં દિલ્હીની સાટ સીટો પણ સામેલ છે. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને આજે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. દિલ્હીમાં તમામ સાત સીટો પર બીજેપી અને ઈન્ડિયાા બ્લોકની વચ્ચે સીધો મુકાબલો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન અંતર્ગત ચૂંટણી રણમાં છે. એવું પ્રથમ વખત થયું છે, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બીજેપીની વિરુદ્ધ સંયુક્ત ઉમેદવાર ઉતાર્ય છે. આપ જ્યાં ચાર સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસે બાકીની ત્રણ સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે. ભાજપે 2019માં તમામ સીટો પર મોટા અંતરથી જીત પ્રાપ્ત કરી હતી અને આ વખતે જીતેલા 6 સાંસદને ટિકિટ કાપીને નવા ચેહેરા પર ભરોસો આપ્યો છે. 

રાહુલે વોટિંગ કર્યા પછી સોનિયા ગાંધી સાથે લીધી સેલ્ફી



દિલ્હીની તમામ સીટો માટો આજે વોટિંગ ચાલી રહ્યું છે. વોટિંગ સવારના સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ તબક્કામાં ઘણા દિગ્ગજ ઉમેદવારો પ્રતિષ્ઠા દાંવ પર લાગેલી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અહીં ચૂંટણી ગઠબંધન અંતર્ગત લડી રહી છે. જેમાં 4 સીટો પર આપ અને ત્રણ સીટો પર કોંગ્રેસ લડી રહી છે.

આપે પૂર્વ દિલ્હી સીટથી કુલદીપ કુમાર, પશ્ચિમી દિલ્હીથી મહાબલ મિશ્રા, નવી દિલ્હીથી સોમનાથ ભારતી અને દક્ષિણ દિલ્હીથી સહી રામ પહલવાનને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ચાંદની ચોકથી જે પી અગ્રવાલ, ઉત્તર પૂર્વી દિલ્હીથી કન્હૈયા કુમાર અને ઉત્તર પશ્ચિમી દિલ્હી સીટથી ઉદિત રાજને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે ઉત્તર પૂર્વી દિલ્હીથી મનોજ તિવારી, દક્ષિણી દિલ્હીથી રામવીર સિંહ બિધૂડી, નવી દિલ્હીથી બાંસૂરી સ્વરાજ, પૂર્વી દિલ્હીથી હર્ષદીપ મલ્હોત્રા, ઉત્તર પશ્ચિમી દિલ્હીથી યોગેન્દ્ર ચંદોલિયા, ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ અને પશ્ચિમી દિલ્હીથી કમલજીત સહરાવતને ટિકિટ આપી છે.

દિલ્હીની તમામ સીટો પર વોટિંગ ચાલુ છે. ચૂંટણી આયોગના આંકડાઓ મુજબ, સવારના 9 વાગ્યા સુધીમાં દિલ્હીમાં 8.94 ટકા વોટિંગ થયું છે. 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાટે પણ વોટિંગ કર્યું છે. વોટિંગ કર્યા પછીથી તેમણે કહ્યું હતું કે હું સૌને અપીલ કરું છું કે તેઓ બહાર નીકળીને વોટિંગ કરે. મહિલાઓ આગળ આવે અને વોટિંગ કરે કારણ કે લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ જરૂરી છે. 



કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમની પત્ની લક્ષ્મી પુરીની સાથે દિલ્હીના એક મતદાન કેન્દ્ર પર સવારે મતદાન કર્યું હતું.



નવી દિલ્હીનાં ભાજપના લોકસભા ઉમેદવાર બાંસુરી સ્વરાજે પોતાના પિતા સ્વરાજ કૌશલ સાથે જઈને લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટે દિલ્હીના એક મતદાન કેન્દ્ર પર વોટિંગ કર્યું હતું.