લોકસભા ચૂંટણી 2024નાં છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ: 5 વાગ્યા સુધીમાં 57.7% મતદાન, 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 સીટો માટે થયું વોટિંગ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan25052024_123745_555.webp)
- 25 May, 2024
લોકસભા ચૂંટણી 2024નાં છઠ્ઠા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. 58 સીટો પર 5 વાગ્યા સુધીમાં 57.7 ટકા મતદાન થયું છે. ત્રણ વાગ્યા સુધીમાં બિહારમાં 45.21 ટકા, હરિયાણામાં 46.26 ટકા, જેકેમાં 44.41 ટકા, ઝારખંડમાં 54.34 ટકા, દિલ્હી 414.58 ટકા, ઓડિશામાં 48.44 ટકા, યુપીમાં 43.95 ટકા અને પશ્ચિમ બંગાળમાં 70.19 ટકા મતદાન થયું હતું.
લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનાં મતદાનમાં 8 રાજ્યોની 58 સીટો પર વોટિંગ થયું હતું. તેમાં દિલ્હીની સીટો પણ સામેલ છે. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું હતું અને આજે સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. દિલ્હીમાં તમામ સાત સીટો પર બીજેપી અને ઈન્ડિયા બ્લોકની વચ્ચે સીધો મુકાબલો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન અંતર્ગત ચૂંટણીના મેદાનમાં છે. એવું પ્રથમ વખત થયું હતું, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બીજેપીની વિરુદ્ધ સંયુક્ત ઉમેદવાર ઉતાર્યા હતા. આપ જ્યાં ચાર સીટો પર ચૂંટણી લડી રહી હતી, જ્યારે કોંગ્રેસે બાકીની ત્રણ સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા. ભાજપે 2019માં તમામ સીટો પર મોટા અંતરથી જીત પ્રાપ્ત કરી હતી અને આ વખતે જીતેલા 6 સાંસદની ટિકિટ કાપીને નવા ચેહેરા પર ભરોસો મુક્યો છે.
આપે પૂર્વ દિલ્હી સીટથી કુલદીપ કુમાર, પશ્ચિમી દિલ્હીથી મહાબલ મિશ્રા, નવી દિલ્હીથી સોમનાથ ભારતી અને દક્ષિણ દિલ્હીથી સહી રામ પહલવાનને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે ચાંદની ચોકથી જે પી અગ્રવાલ, ઉત્તર પૂર્વી દિલ્હીથી કન્હૈયા કુમાર અને ઉત્તર પશ્ચિમી દિલ્હી સીટથી ઉદિત રાજને મેદાનમાં ઉતાર્યા હતા.
ભાજપે ઉત્તર પૂર્વી દિલ્હીથી મનોજ તિવારી, દક્ષિણી દિલ્હીથી રામવીર સિંહ બિધૂડી, નવી દિલ્હીથી બાંસૂરી સ્વરાજ, પૂર્વી દિલ્હીથી હર્ષદીપ મલ્હોત્રા, ઉત્તર પશ્ચિમી દિલ્હીથી યોગેન્દ્ર ચંદોલિયા, ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ અને પશ્ચિમી દિલ્હીથી કમલજીત સહરાવતને ટિકિટ આપી હતી.
ચૂંટણી આયોગના આંકડાઓ મુજબ, સવારના 9 વાગ્યા સુધીમાં દિલ્હીમાં 8.94 ટકા વોટિંગ થયું હતું. આ તબક્કામાં આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે પણ વોટિંગ કર્યું હતું. વોટિંગ કર્યા પછીથી તેમણે કહ્યું હતું કે હું સૌને અપીલ કરું છું કે તેઓ બહાર નીકળીને વોટિંગ કરે. મહિલાઓ આગળ આવે અને વોટિંગ કરે કારણ કે લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ જરૂરી છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમની પત્ની લક્ષ્મી પુરીની સાથે દિલ્હીના એક મતદાન કેન્દ્ર પર સવારે મતદાન કર્યું હતું. નવી દિલ્હીનાં ભાજપના લોકસભા ઉમેદવાર બાંસુરી સ્વરાજે પોતાના પિતા સ્વરાજ કૌશલ સાથે જઈને લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટે દિલ્હીના એક મતદાન કેન્દ્ર પર વોટિંગ કર્યું હતું.