:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મિઝોરમમાં ખાણ ઘસી પડતા 10નાં મોત: નેશનલ હાઈવે પર હુનથાર ખાતે ભૂસખ્લન થતા રાજ્યને દેશ સાથે જોડતો રોડ સવારથી બંધ

top-news
  • 28 May, 2024

મિઝોરમના ઈઝવાલ જિલ્લામાં એક પથ્થરની ખાણ ઘસી જતા 10 મજૂરોના મોત થયા છે. જ્યારે ઘણા મજૂરોની શોધખોળ હાલ ચાલી રહી છે. પોલીસ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ઘટના સવારના 6 વાગ્યાની આસપાસ બની હતી. ઈઝવાલ શહેરની બહાર દક્ષિણમાં મેલથુમ અને હેલીમેનની વચ્ચે પથ્થરની આ ખાણ આવેલી છે. ઉલ્લેખનીય છે કે રિમેલ વાવાઝોડાના પગલે હાલ સમગ્ર મિઝોરમમાં  વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે પથ્થરની ખાણ ઘસી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

દુર્ઘટનાના પગલે પથ્થરની ખાણની આસપાસ આવેલા સંખ્યાબંધ ઘરો પણ નાશ પામ્યા હતા. દુર્ઘટના પછીથી પ્રશાસને મૃતકોના મૃતદેહોની શોધખોળ કરીને તેમના પરિવારના સભ્યોને સોપ્યા છે. જોકે પોલીસે જણાવ્યું છે કે હજી પણ ઘણા લોકો કાટમાળની અંદર ફસાયેલા છે. તેમને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

દુર્ઘટના પછી તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં  આવી હતી, જોકે ભારે પવન અને વરસાદના કારણે આ કામગીરીમાં વિલંબ સર્જાયો હતો. ભારે પવન અને  વરસાદના પગલે મિઝોરમમાં ઘણી જગ્યાએ  ભૂસંખ્લનની ઘટનાઓ ઘટી હતી. તાજેતરમાં મળતી માહિતી મુજબ, 10 મૃતકો પૈકીના ત્રણ અન્ય રાજ્યના મજૂરો હતો, જેઓ પથ્થરની ખાણમાં કામ કરવા આવ્યા હતા. 



સર્ચ ઓપરેશન દરમિયાન એક બાળક પણ મળી આવ્યું હતું, તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં હજી પણ મૃતકોની સંખ્યા વધી શકે છે. ઉલ્લેખનીય છે કે ઈઝવાલ સવારના 6 વાગ્યાથી સમગ્ર દેશથી વિખુટું પડી ગયું છે. રાજ્યના હુનથાર ખાતે ભૂસંખ્લનના પગલે રાજ્યને દેશ સાથે જોડતો રોડ જ હાલ બંધ થઈ ગયો છે.

આ સિવાય રાજ્યના આંતરિક રોડ પર પણ ભૂસંખ્લનની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. ભારે વરસાદના પગલે તમામ શાળાઓને બંધ કરવામાં આવી છે. રાજ્યના સરકારી કર્મચારીઓને પણ હાલ રજા આપવામાં આવી છે. જોકે જે લોકો ઈમરજન્સી સર્વિસ સાથે સંકળાયેલા છે, તેઓને ઘરેથી કામ કરવાની સુચના આપવામાં આવી છે.