:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રંજીત સિંહ હત્યા કેસમાં હાઈકોર્ટનો ચુકાદો: ડેરા પ્રમુખ રામ રહીમ નિર્દોષ, CBI કોર્ટે કરી હતી 5 લોકોને આજીવન કેદની સજા

top-news
  • 28 May, 2024

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા પ્રમુખ અને ચાર અન્ય લોકોને હત્યાનાં મામલામાં નિર્દોષ છોડ્યા છે. રંજીત સિંહ હત્યા મામલામાં 5 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના નિર્ણયને રદ કરતા આ નિર્ણય આપ્યો છે. આ પહેલા સીબીઆઈ કોર્ટે રણજીત સિંહ હત્યા કેસમાં ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. વર્ષ 2002માં ડેરાની મેનેજમેન્ટ કમિટીના સભ્ય રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડેરા મેનેજમેન્ટને શંકા છે કે રણજીત સિંહે તેની બહેનને સાધ્વીના યૌન શોષણનો અનામી પત્ર લખવા માટે મળી હતી. પોલીસ તપાસથી અસંતુષ્ટ રણજીત સિંહના પુત્રએ 2003માં હાઈકોર્ટમાં અરજી કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. 

આ પછી, કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો અને 2021 માં રામ રહીમ સહિત પાંચ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા. આ કેસમાં કોર્ટે 2007માં આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. આપને જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમ પોતાની બે વિદ્યાર્થીનીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. 2021 માં, રણજીત સિંહની હત્યાનું કાવતરું ઘડવા બદલ ડેરાના વડાને અન્ય ચાર સાથે દોષી ઠેરવવામાં આવ્યો હતો.



ડેરા ચીફ ગુરમીત સિંહને પહેલીવાર 17 જૂન 2022ના રોજ 30 દિવસની પેરોલ મળી હતી. આ પછી તેઓ બર્નવા આશ્રમમાં રહ્યા. 18મી જુલાઈના રોજ સુનારિયા જેલમાં પાછા ગયા. 88 દિવસ બાદ 15 ઓક્ટોબરે તેમને બીજી વખત પેરોલ મળ્યા હતા. 25 નવેમ્બરે તે પાછો સુનારિયા જેલમાં ગયા હતા. 21 જાન્યુઆરી, 2023ના રોજ, ગુરમીત સિંહ ત્રીજી વખત 40 દિવસ માટે પેરોલ પર બર્નવા આશ્રમ આવ્યા હતા. 3 માર્ચે પેરોલ પૂર્ણ કર્યા બાદ તે પાછા સુનારિયા જેલમાં ગયા હતા. ચોથી વખત ડેરા ચીફ 30 દિવસના પેરોલ પર 20મી જુલાઈએ બર્નવા આશ્રમ પહોંચ્યા હતા. તે પછીથી તે જેલમાં ગયા હતા.

સીબીઆઈની વિશેષ કોર્ટે ઓગષ્ટ 2017માં રામ રહીમને 2 સાધ્વીઓ સાથેના દુષ્કર્મ કેસમાં સજા સંભળાવી હતી. બાદમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડ અને રણજીત હત્યાકાંડમાં પણ સજા થઈ હતી. ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહે માત્ર ધાર્મિક ઉપદેશો જ આપ્યા નથી પરંતુ ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે, અને સ્ટેજ પર પણ પર્ફોર્મન્સ આપ્યું છે. 50 વર્ષીય આ બાબાને 25 ઓગસ્ટ 2017ના રોજ બળાત્કારના બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.