:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બંગાળમાં ટોળાએ EVM પર ગુસ્સો ઠાલવ્યો: મત આપવાની વાત તો બાજુ પર મશીનને સીધું જ પાણીમાં ફેંક્યું, શાં માટે?; જૂઓ આ ઘટનાનો LIVE વીડિયો

top-news
  • 01 Jun, 2024

લોકસભા ચૂંટણી 2024ના સાતમાં તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં બબાલના સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ દક્ષિણ 24 પરગનામાં ગુસ્સે ભરાયેલી ભીડે ઈવીએમ અને વીવીપેટ મશીનને પાણીમાં ફેંકી દીધું છે. અંતિમ તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 સીટો માટે હાલ વોટિંગ ચાલી રહ્યું છે. 

વોટિંગ શરૂ થયા પછી સમાચાર આવ્યા કે દક્ષિણ 24 પરગનાના કુલતાઈમાં બૂથ સંખ્યા 40,41 પર ટોળાએ કથિત રીતે ઈવીએમ અને વીવીપેટ મશીનને પાણીમાં ફેંકી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મતદારોને કથિત રીતે ટીએમસી સમર્થકોએ ધમકાવ્યા હતા. તેના પગલે ટોળું ગુસ્સે ભરાયું હતું અને ઈવીએમને તળાવમાં ફેંકી દીધું હતું. 

વોટિંગના મામલામાં આ વખતે પશ્ચિમ બંગાળે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. જોકે પ્રથમ તબક્કાથી જ પશ્ચિમ બંગાળમાં હિંસાના સમાચાર આવી રહ્યાં છે. પ્રથમ તબક્કાના વોટિંગ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો હતો કે અલીપુરદ્વાર તુફાનગંજ-2 બ્લોકમાં બરોકોડાલી- ગ્રામ પંચાયતના હરિરહાટ ક્ષેત્રમાં ટીએમસીના અસ્થાયી પાર્ટી કાર્યાલયને બીજેપી સમર્થકોએ સળગાવ્યું હતું. 

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં શનિવારે સાત રાજ્ય અન એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. જે સીટો પર આજે વોટિંગ થઈ રહ્યું છે, તેમાં પંજાબ અને યુપીની 13-13 સીટો, પશ્ચિમ બંગાળની 9 સીટો, બિહારની 8 સીટો, ઓડિશાની 6 સીટ, હિમાચલ પ્રદેશની 4 સીટ, ઝારખંડની 3  સીટ અને એક ચંદીગઢની સીટ સામેલ છે. 

આ તબક્કામાં ઘણા મોટા નેતાઓના કિસ્મત દાવ પર લાગેલા છે. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકર હમીરપુરથી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બરથી, લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી પાટિલપુત્ર અને એક્ટ્રેસ કંગના રનૌત મંડી સીટથી મેદાનમાં છે.